Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

તમો અહીં અભ્યાસ પૂર્ણ કરી વધુ પ્રગતિના પંથે જઇ રહ્યા છો ત્યારે આ ગુરુકુલ સંસ્થા તમારી માતૃ સંસ્થા છે. તેને ક્યારેય ભૂલશો નહીં :.શા.માધવપ્રિયદાસજી સ્વામી: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય જેવો ષડંગી વિશુદ્ધ સંપ્રદાય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. : પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી : મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ટી.વાય. કોમર્સના વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર યોજાયો

 અમદાવાદ તા.૧૪ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે ટી.વાય બી.કોમના ગોપીનાથ મંડળના વિદ્યાર્થીઓનો ગુરુકુલમાં  અભ્યાસ કાળ પુર્ણ થતા, પુરાણી ભકિતપ્રકાશદાજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાનિધ્યમાં પરંપરાગત રીતે સમાવર્તન સંસ્કાર યોજાયો હતો.

    પ્રથમ સમાવર્તિત વિદ્યાર્થીઓએ, પુરાણી ભકિતપ્રકાશદાજી સ્વામી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને તથા અન્ય સંતોને હાર પહેરાવી, વસ્ત્ર ઓઢાડી, ચંદનની અર્ચા કરી, પૂજન કર્યું હતું.

    શરુઆતમાં શાળાના પ્રિન્સીપાલ શ્રી સુર્યકાંતભાઇ પટેલે તમામ સમાવર્તિત વિદ્યાર્થીઓએ સંસ્થામાં રહી મેળવેલી વિશિષ્ટ સિદ્ધિઓ તથા તેમણે કૌશલ્ય પ્રાપ્ત કરેલી સેવા પ્રવૃત્તિઓની વેિગત આપી દરેક વિદ્યાર્થીઓની સેવાકીય પ્રવૃત્તિઓને તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી.

    આ પ્રસંગે ટી.વાય.ના વિદ્યાર્થી ભૌતિક ભાલાળાએ પોતાની લાગણી પ્રગટ કરતા જણાવ્યું હતું કે, ગુરુકુલ રહીને મેં જે સંસ્કારો મેળવેલ છે અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જે પ્રેમ આપેલ છે તે કદી ભૂલાશે નહીં

    આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે તમે ગુુરુકુલ જેવી સંસ્કારધાત્રી સંસ્થામાંથી બહાર ક્ષેત્રમાં જઇ રહ્યા છો ત્યારે તે સંસ્કારને કયારેય ભૂલશો નહીં. અને તેને પ્રસરાવજો. આચાર્ય, સંતો, દેવ, શાસ્ત્રો, મંદિરો, હરિભકતો સહિત જે ષડંગં વિશુદ્ધ સંપ્રદાય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. જેના આપણે વારસદાર છીએ. સૂર્યકાંતભાઇ જવાબદારી પૂર્વક નિષ્ઠાથી વિદ્યાલય અને છાત્રાલયનું સંચાલન કરી રહ્યા છે

    જેમ દિવો દેિવાથી પ્રગટાય છે તેમ તમારા દ્વારા અનેક જીવો ભગવાનને માર્ગે વળે એજ ગુરુપૂજન છે.

    આ પ્રસંગે અમેરિકા જઇ રહેલા શા.માધવપ્રિયદાજી સ્વામીએ જણાવ્યું હતુ કે, ગુરુકુલમાં રહીને તમોએ જે સંસ્કારો મેળવેલ છે અને સંતોના આશીર્વાદ લીધા છે તે તમારા જીવનની મોટી મૂડી છે. તે મૂડીને સાચવી રાખજો. જીવનમાં ક્યારેય હતાશ થશો નહીં. ને ભગવાન અને સંતોને ક્યારેય ભૂલશો નહીં. માતા પિતાની આજ્ઞામાં રહીને ન્યાય, નીતિ અને સદાચારના માર્ગે આગળ વધજો. ભગવાનમાં નિષ્ઠા રાખવાથી કોઇ મુશ્કેલી પડતી નથી

    જેમ ભગવાન વિનાની વિદ્યા શાપરુપ છે તેમ સંસ્કાર વિનાનું જીવન મડદા સમાન છે.

    પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે સમાવર્તન સંસ્કાર એ ૧૬ સંસ્કાર માંહિલો એક સંસ્કાર છે. આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે. ગુરુકુલના સંતોએ જે તમને સંસ્કાર આપ્યા છે તે જાળવી રાખજો.

    અંતમાં વડિલ સંતોએ તમામ સમાવર્તીત વિદ્યાર્થીઓને કપાળે ચંદનની અર્ચા કરી, ખેસ પહેરાવી, ભગવાનની મૂર્તિ, મેમોન્ટો અને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણાર્વિંદનો ફોટો ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા.

 આ પ્રસંગે વાર્ષિક ધાર્મિક પરીક્ષમાં વિજેતા થયેલા અને માઘ સ્નાન કરેલા અને શ્રાવણ માસમાં ધારણા પારણા કરેલ તમામ વિદ્યાર્થીઓને મુૂર્તિ ભેટ અર્પણ કરી હતી. સભાનું સંચા્લન ભકિતવેદાંત સ્વામી અને સૂર્યકાંતભાઇ પટેલ સંભાળ્યું હતું.

 

(12:55 pm IST)
  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • ભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST

  • અરવલ્લીના ડુંગર ઉપર આગ લાગી : મોડાસાના વાંટડા ગામે ડુંગર પર જાળીઓમાં આગ લાગી : આગને કાબુમાં લેવા પ્રયાસો access_time 6:10 pm IST