Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

તાપી જિલ્લામાં ગેરકાયદેસર વિસ્ફોટકોના વેપલાનો પર્દાફાશ :ચાર શખ્શોને જેલમાં ઘકેલાયા

એબ શખ્શોને વિસ્ફોટકો સાથે ઝડપી લીધા બાદ અન્ય બે શખ્સોની પણ ધરપકડ ;તમામને જેલભેગા કરાયા

 

વ્યારાઃ તાપી જિલ્લામાં ગેરકાયદેસર વિસ્ફોટકોનો કાળો વેપલો કરતા ચાર શખ્શોની પોલીસે ધરપકડ કરી છે પોલીસે બાતમીના આધારે મોપેડ પર આવતા બે ઇસમોને ડોલવણના પાઠકવાડી ચેકપોસ્ટ પરથી ૧૯ નંગ જીલેટીન ટોટા અને ઇલેક્ટ્રિક કેપ કબજે કરી હતી. પોલીસે બંને ઇસમોને વિસ્ફોટકોનો જથ્થો આપનાર બે ઇસમોને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

  બાતમીના આધારે તાપી એસઓજી પીઆઈ આર. એસ. પટેલ અને તેમની ટીમે ડોલવણના પાઠકવાડી ગામેથી મોપેડ પર જતા બે ઈસમોની તલાશી લેતા તેમની પાસેથી કાપડની થેલીમાંથી ૧૯ નંગ જીલેટીન ટોટા અને ૧૯ નંગ સાદી ઇલેક્ટ્રિક કેપ ઝડપી પાડી હતી. પોલીસે મોપેડ પર આવેલા નવસારી જિલ્લાના ઉનાઈ નજીક ખંભાળિયા ગામના જયેશ ગમન કોટવાડિયા અને સન્મુખ બગુભાઈ ગામીતને ઝડપી તેમની પાસેથી વિસ્ફોટકો, મોબાઈલ અને મોપેડ મળી કુલ ૫૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
 
પોલીસે બંનેની ઝીણવટ ભરી પૂછપરછ કરતા તેઓએ વિસ્ફોટકો સુરત જિલ્લાના કડોદ ખાતે રહેતા નાનુભાઈ રાઠોડને ઝડપી પાડી પૂછપરછ શરુ કરી હતી. જેમાં નાનુભાઇએ વિસ્ફોટકોનો જથ્થો જગદીશ વસાવાએ આપ્યો હોવાનું કબુલતા પોલીસે નાનુભાઈ અને જગદીશની ધરપકડ કરી તેઓને જેલભેગા કર્યા છે. જગદીશ વસાવા કોઈ સ્ટોન ક્વોરીમાં મજુર તરીકે કામ કરતો હતો, જ્યાંથી તે વિસ્ફોટકો ચોરીને નાનુભાઈને આપતો હતો અને નાનુભાઈ વિસ્ફોટકો વિસ્તારમાં માછીમારી કરતા ઈસમોને બેરોકટોક વેચતો હતો.

(1:22 am IST)