Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

તાપી જિલ્લાના કેટલાક ગામોમાં ફેક્ટરીઓના દુષિત પાણી છોડાતા બોર-કુવાઓ પણ બન્યા પ્રદુષિત:રોગચાળાનો ભય

પ્રદુષણ નિયંત્રણ અધિકારીની ટીમે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી : પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરી

 

તાપી જિલ્લાના કેટલાક ગામોમાં ફેકટરીઓ દ્વારા છોડાતા પ્રદુષિત પાણીને કારણે ગામોના બોર અને કુવાઓના પાણી પણ દુષિત બન્યા છે ફેક્ટરીઓના પ્રદુષિત પાણી  ખાડી વાટે સીધું તાપી નદીમાં પહોંચે છે જેથી ખાડીની આસપાસના ગામોના બોર કુવાઓમાંથી પણ તે નીકળી રહ્યું છે,આસપાસના ગામવાસીઓ તેમના સ્વાસ્થ્યને લઈ ચિંતિત બન્યા છે.

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાગદા, ઘોડા, પાથરડા ગામના લોકોએ તેમના વિસ્તારમાં આવેલ સીપીએમ, થર્મલ પાવર સ્ટેશન જેવી મિલોમાંથી છોડાતા દુષિત પાણીનો ઉપયોગ કરવા મજબુર બન્યા છે. તેમના જણાવ્યા મુજબ મિલોમાંથી છોડાતું દુષિત કચરાયુક્ત પાણી એટલી હદે જમીનમાં પહોંચી ગયું છે કે તેમના ઘર આંગણે કે ખેતરોમાં આવેલ બોર કુવામાંથી પણ હવે દુષિત પાણી નીકળી રહ્યું છે. જેને લઇ તેમના સ્વાસ્થ્યને તેની સીધી અસર થઇ રહી છે.

  ગ્રામજનોની ઉચ્ચ સ્તરીય ફરિયાદને પગલે પ્રદુષણ નિયંત્રણ અધિકારીની ટીમે અસરગ્રસ્ત ગામોની વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.અને ગ્રામજનોની ફરિયાદ પણ સાંભળી હતી. તેમના દિશા નિર્દેશ અનુસાર અલગ અલગ સ્થળો પરથી પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરી છે.

 ગામના અગ્રણીઓની દરમ્યાનગીરી કામ લાગી અને ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆતો કરાતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતા તેઓ ગામની મુલાકાતે આવી વિવિધ જગ્યાઓ પરના પાણીના નમૂનાઓ લઇ જરૂરી કાર્યવાહીની ગ્રામજનોને ખાતરી આપી. તેમણે દુષિત પાણી હોવાનું અધિકારીઓએ  સ્વીકાર્યું પરંતુ પાણી ક્યાંથી આવે છે તેના પર છણાવટ કરી હતી.

(9:46 pm IST)