Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સુરત: કોશોરી પર બળાત્કાર ગુજારનાર પરિણીત નરાધમ શખ્સને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી

સુરત:આજથી ચારેક વર્ષ પહેલાં મિત્રની કિશોર વયની પ્રેમિકાને ઘરે મુકવા જતી વખતે બળાત્કાર ગુજારનાર પરણીત આરોપી યુવાન વિરુધ્ધનો કેસ આજે અંતિમ સુનાવણી પર આવતા એડીશ્નલ સેશન્સ કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપીને પોક્સો એક્ટના ભંગ તથા બળાત્કારના ગુનામાં ૧૦  વર્ષની સખ્તકેદ, રૃ.૧૫ હજાર દંડ તથા દંડ ભરે તો વધુ બે વર્ષની સખ્તકેદની સજા ફટકારી હતી.
મૂળ યુ.પી.ના વતની અને સચીન વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય જમીલ ઉલ્લાખાને પોતાની સાથે પ્રેમસંબંધ ધરાવતી ૧૫ વર્ષીય કિશોરીને ભેસ્તાન ગાર્ડન પાસે મળવા બોલાવી હતી. જ્યાં મોડું થઈ જતાં જમીલખાનનો પરણીત મિત્ર રામસવારે ઉર્ફે ગોપાલ સુકાઈ ગૌતમ કિશોરીને મુકવા જતો હતો. રસ્તામાં ગભેણી ખાડીની ઝાડી પાસે આરોપી ગોપાલે કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી આપી જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી કિશોરીએ યુ.પી.વાસી જમીલ ઉલ્લાખાન અને ગોપાલ વિરુધ્ધ સચીન પોલીસમાં વાલીપણાના કબજામાંથી લઈ જઈને બળાત્કાર ગુજારવા અંગે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

(6:49 pm IST)