Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ખેડા જિલ્લામાં જુદી-જુદી ત્રણ જગ્યાએ અકસ્માતના બનાવમાં 4મુસાફરોને ઇજા

ખેડા: જિલ્લામાં રતનપુર પાટિયા, જીભાઈપુરા તેમજ વાંઠવાળી એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. ત્રણ અકસ્માતમાં ચારને ઈજા થવા પામી હતી.

 

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખેડામાં રહેતા અનિલભાઈ ભલાભાઈ ધોરી ગત તા. ૧૨--૨૦૧૮ના રોજ મોટરસાયકલ નં. જીજે--એપી-૮૪૬૬ લઈને નડિયાદથી ખેડા જતા હતા. ત્યારે રતનપુર પાટિયા નજીક બાઈક લઈને ઊભા રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવેલ સફેદ ગાડી નં. જીજે--ડીએ-૭૫૩૩એ બાઈકને ટક્કર મારતાં અનિલભાઈ ધોરી તથા તેમના સંબંધીને ઈજા થઈ હતી. બનાવ અંગે અનિલભાઈ ભલાભાઈ ધોરીની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરામાં રહેતા -મીબેન સોલંકી ગત તા. ૧૨--૨૦૧૮ના સાંજે અમૂલ જેરી પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પંચવટી તરફથી નડિયાદ તરફ જતી મોટરસાયકલ નં. જીજે--એપી-૭૯૩૪એ રાહદારીને ટક્કર મારતાં -મીબેનને ઈજા થઈ હતી. બનાવ અંગે સુરેશભાઈ સોલંકીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનો ત્રીજો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે વાંઠવાળી નજીક સર્જાયો હતો. જેમાં ગત તા. ૧૦--૨૦૧૮ની બપારો નવી નક્કોર સફેદ ઈકો ગાડીના ચાલકે પૂરઝડપે હંકારી રોડની મધ્યમાં આવેલ ડિવાઈડર સાથે અથડાવતાં ગાડીને નુકસાન થયું હતું જ્યારે કારચાલકને ઈજા થઈ હતી.

(6:39 pm IST)