Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

નકલી પોલીસના સ્વાંગમાં અમદાવાદના ગઠિયાએ મહિલા પાસેથી 1.50 લાખના દાગીના તફડાવ્યા

અમદાવાદ: શહેરના વેજાપલુરમાં નકલી પોલીસ એક મહિલાના રૂ..પ૦ લાખના ઘરેણાં તફડાવી પલાયન થઇ જતા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. વેજલપુરમાં બકેરી સિટી પાસે આવેલ મહાદેવના મંદિર પાસેથી પસાર થઇ રહેલ નંદકુમાર નાયરની પત્નીને નકલી પોલીસે રોકી આગળ ઝઘડો થયો છે તેવું જણાવી વિશ્વાસમાં લીધા બાદ મહિલાનું મંગળસૂત્ર, સોનાની બંગડીઓ અને ત્રણ વીંટી ઉતરાવી નાખી પાકીટમાં મુકાવ્યા હતા. ત્યારબાદ નકલી પોલીસે મહિલાની નજર ચૂકવી ખોટા દાગીનાનું પડીકું આપીઅસલી સોનાના દાગીના લઇ પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી  નકલી પોલીસને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

(6:38 pm IST)