Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુન્હાનું પ્રમાણ ઘટાડવા ભગવાનના શરણે :સત્યનારાયણ કથાનું આયોજન

 

અમદાવાદ શહેરમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધ્યું છે રોજબરોજ ગુન્હાઓ બનતા રહે છે ગુન્હેગારોમાં પોલીસનો ખોફ ઘટ્યો હોવાનું કહેવાય હહે ત્યારે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં સત્ય નારાયણની કથાનું આયોજન થયું છે

  ગત શનિવારે અમદાવાદના જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે ફાયરીંગ વીથ મર્ડરની ઘટના બની હતી. જોકે હત્યાના આરોપીને પકડવાની વાત તો દૂર રહી પોલીસ હજી કોઈ પુરાવ પણ મેળવી શકી નથી.પહેલા દરેક વિકટ ગુનાના ભેદ ઉકેલવામાં પણ સફળ રહેનાર અમદાવાદ ક્રાઈમબ્રાંચ છેલ્લા કેટલાક સમયથી ગુનાના ભેદ ઉકેલવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જેના કારણે ક્રાઈમબ્રાંચના અધિકારીઓ નબળા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે

વાસણા પોલીસ સ્ટેશનમાં સત્ય નારાયણની કથાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સુરેશ શાહ હત્યા કેસના આરોપી પકડાય તેની પ્રાર્થના કરવા સત્ય નારાયણ કથાનુ આયોજન કરાયુ હોવાનુ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે. આમ તો શહેરમાં અત્યારે ઘણા એવા કેસ છે જેને ઉકેલવામાં ક્રાઈમબ્રાંચને નિષ્ફળતા મળી છે. ગત મહિને એસજી હાઈવે પર ૯૮ લાખની લૂંટની ઘટના સામે આવી હતી. તેમાં પણ હજી સુધી આરોપી પકડાયો નથી. જેના કારણે ક્રાઈમબ્રાંચની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

(9:19 am IST)