Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

યાત્રાધામ અંબાજીમાં કરોડના ખર્ચે બનેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં સુવિધા પ્રશ્ને આંદોલન વધુ વેગવાન

જરુર પડે તો રસ્તા રોકો આંદોલન અને સામુહીક આત્મવિલોપનની પણ ચીમકી

યાત્રાધામ અંબાજીમાં કરોડાના ખર્ચે બનેલી હોસ્પિટલમાં સુવિધાના અભાવ મામલે આંદોલન વધુ વેગવાન બન્યું છે અંબાજીમાં 200 બેડની મોટી હોસ્પીટલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી છે પણ સુવિધાના અભાવને કારણે અંબાજીની લોક હિત રક્ષક સમીતી દ્વારા આંદોલનના મંડાણ કરાયા છે.

અંબાજીની લોક હીત રક્ષક સમીતી દ્વારા બજારો બંધ રાખી આંદોલનની શરુઆત કરાઈ છે. જોકે હોસ્પીટલ સંચાલક મંડળના વહીવટદાર અને હોસ્પીટલના સુપરીટેન્ડેન્ટ ધરણા સ્થળે પહોંચી આંદોલનકારીઓને સમજાવવા પ્રયાશો કર્યા હતાઅને લેખીત બાંહેધરી પણ આપી હતી,લેખીત પત્રમાં પ્રશ્નના નિકાલ માટેનો કોઈ સમય અપાતા આંદોલનકારીઓમાં રોષ જોવા મળ્યો હતોઆંદોલનકારીઓએ પોતાનું આંદોલન વધુ વેગવાન બનાવવાની જાહેરાત કરી હતી, અને બંધના એલાનને યથાવત રાખી ગુરુવારે પણ બજારો બંધ રાખવા જાહેરાત કરવામાં આવી છે. અને જરુર પડે તો રસ્તા રોકો આંદોલન અને સામુહીક આત્મવિલોપનની પણ ચીમકી આપવામાં આવી છે

(9:17 am IST)