Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વિજયભાઈને માઈલ્ડ કોરોના પોઝીટીવ : સંપૂર્ણ આરામની સલાહ

ટોચના વર્તુળોએ જણાવ્યુ છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના પોઝીટીવ આવ્યો છે ઃ તેમને ૧૪ દિવસ સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી છે : સત્તાવાર સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્ના છીએ : વિજયભાઈના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે : દરમિયાન ગાંધીનગરથી અશ્વિનભાઈ વ્યાસ જણાવે છે કે ડો. આર. કે. પટેલના કહેવા પ્રમાણે વિજયભાઈનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવાતા તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને તેમને કોરોનાની સારવાર માટે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે : ડો. મહેતાના જણાવ્યા પ્રમાણે કોરોનાના રીપોર્ટ એચઆરસીટી, HRCT THORAX, IL-6, D-DIMER અને ઓકિસજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેઓની પરિસ્થિતિ સ્ટેબલ છે

(1:00 pm IST)