Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ડીસામાં નકલી બિયારણની તપાસ કરવા ગયેલ અધિકારીઓ ઉપર જીવલેણ હુમલો: માધવ ડેરીમાં ચેકીંગ વેળાએ માર માર્યો

એજન્સીના ત્રણ સંચાલકો પર સાતથી આઠ લોકો તૂટી પડ્યા : પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ડીસાની માધવ ડેરીમાં બિયારણનું ડુપ્લિકેટિંગ થતું હોવાની ફરિયાદના આધારે બિયારણની એજન્સીના સંચાલકો તપાસ કરવા ગયા હતા ત્યારે માધવ ડેરીના સંચાલકોએ તેમના પર  હુમલો કરતા ચકચાર મચી છે. ઘટના બાદ સમગ્ર ડીસા પંથકમાં ડેરીના સંચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 ડીસાની માધવ ડેરી પર શક્કરટેટી અને તરબૂચનું નકલી બિયારણ વેચાતું હોવાની ફરિયાદના આધારે બિયારણ એજન્સીના સંચાલકો ડેરી પર તપાસ કરવા માટે ગયા. જે દરમ્યાન નકલી બિયારણ મળી આવતા ઉશ્કેરાયેલા માધવી ડેરીના સંચાલકોએ તેમના પર હુમલો કર્યો હતો

 બિયારણ એજન્સીના ત્રણ સંચાલકો પર સાતથી આઠ લોકો તૂટી પડ્યા અને બેફામ માર મારવા લાગ્યા.હતા તેમને મારી નાંખવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ બિયારણ એજન્સીના સંચાલકોએ કર્યો છે. જો કે પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી મામલો સંભાળ્યો.હતો  હુમલામાં ભોગ બનનાર બિયારણ એજન્સીના સંચાલકોએ ડીસા ઉત્તર પોલીસ મથકે માધવી ડેરીના સંચાલકો સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

માધવ ડેરી પર બનેલી આ ઘટનાએ સમગ્ર ડીસામાં ચકચાર જગાવી છે. માધવી ડેરી જેવી જાણીતી બ્રાન્ડમાં બિયારણનું ડુપ્લિકેટિંગ થતું હોવા તેને અટકાવવાને બદલે ઉલટાના બિયારણ એજન્સીના સંચાલકો પર જે પ્રકારે હુમલો કરાયો છે. તેને લઇને કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.

(9:46 pm IST)