Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સુરતના લીબાયતમાં મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ નિકાહનું આયોજન:CAA - NRCના વિરોધ દર્શાવવા ટીશર્ટ પહેર્યા

યુવાનો એ CAA, NRC અને NPRની ટીશર્ટ પહેરીને કાયદાનો વિરોધ કર્યો : દુલ્હા-દુલ્હને પણ વિરોશ દર્શાવ્યો

સુરતના લીબાયત વિસ્તારમાં એક મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે ત્યાં સેવા આપ આવેલા યુવાનો એ CAA, NRC અને NPRની ટીશર્ટ પહેરીને આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ કાયદાને સુરતના લીબાયત વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વિરોધ કરવામાં આવે છે.

આ સામુહિક લગ્નમાં 250 જેટલા સ્વયંસેવકોએ CAA અને NRCના વિરોધમાં ટીશર્ટ પહેરી હતી. એટલું જ નહીં લગ્નના તાંતણે બંધાવા જનાર મુસ્લિમ યુવક યુવતીઓએ પણ મોદી સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો

જોકે આ યુવાનો દ્વારા અસરકારને એક સંદેશો આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો કે તેમે જે કાયદો કર્યો છે તે તેમને માણીય નથી ત્યારે સરકાર વિરોધ કરવા દેતી નથી ત્યારે આ અનોખી રીતે વિરોધ નોધાવ્યો છે.

(9:40 pm IST)