Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નિર્ધારિત સમય કરતાય વધારે રોકાય તેવી સંભાવના

કાર્યક્રમો વિસ્તૃત હોવાથી સમય વધારે લાગી શકે : કેમ છો ટ્રમ્પ કાર્યક્રમના ભાગરૂપે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગે અમદાવાદ પહોંચશે

અમદાવાદ,તા. ૧૫ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તા.૨૪મી ફેબ્રુઆરીએ ગુજરાતની ધરતી પર આગમન કરી રહ્યા છે ત્યારે તેમની મુલાકાત દરમ્યાન અમદાવાદ શહેરમાં સાડા ત્રણ કલાકથી વધુ સમય ગાળવાના છે, જે નોંધનીય બાબત મનાઇ રહી છે. સાડા ત્રણ કલાકથી વધુ સમયગાળામાં તેમનો વડાપ્રધાન મોદી સાથેનો રોડ શો, ગાંધીઆશ્રમની મુલાકાત અને મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધુ જનમેદની વચ્ચે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનો સમાવેશ થાય છેઅમેરિકી રાષ્ટ્રપ્રમુખની મુલાકાતને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજય સરકાર, પોલીસ તંત્ર સહિતનું સમગ્ર વહીવટી તંત્ર તમામ રીતે તૈયાર અને એકદમ સુસજ્જ જોવા મળી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓને તો ટ્રમ્પની મુલાકાતને લઇ અત્યારથી એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે.

        અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં -૩૦ કલાકથી વધુ સમયગાળાનું રોકાણ કરવાના છે, જેમાં તેઓ રોડ શોમાં અડધો કલાક, ગાંધીઆશ્રમમાં ૩૦ મિનિટ અને મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં -૩૦ કલાક રોકાય તેવું હાલનુ આયોજન છે. જો કે, સમયગાળામાં વધઘટ થઇ શકે છે, તેને લઇને તંત્રએ પણ જરૂરી તૈયારીઓ કરી રાખી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. રોડ શો મારફત અડધા કલાકમાં ત્યાંથી સીધા ગાંધી આશ્રમ જશે, જ્યાં તેઓ ગાંધી આશ્રમની સાથે રિવરફ્રન્ટનો નજારો નિહાળીને રવાના થશે, ત્યારબાદ તેઓ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરીને મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં જશે, જ્યાં બે-અઢી કલાક રોકાશે.

         ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા સિક્યુરિટીને લઇ અમેરિકન સિક્રેટ સર્વિસના ૩૦ એજન્ટો અને તેમના ખાસ સુરક્ષા જવાનો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ માટે જે રૂ અને સિક્યુરિટીની વ્યવસ્થાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે માટે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન સિક્રેટ સર્વિસની ૩૦૦ લોકોની ટીમ આવી રહી છે. જે એરપોર્ટથી ગાંધીઆશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની સિક્યુરિટી સંભાળશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ત્રણ સંભવિત રૂ, ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સિક્યુરિટીનો આખો મેપ રવિવાર રાત સુધીમાં બની જશે. સોમવારે અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોને સમગ્ર સિક્યુરિટી બતાવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. રાજ્ય સરકારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખની અમદાવાદ મુલાકાતને લઈ તૈયારીઓ કરી છે.

         આ તૈયારીઓને પગલે રાજ્ય સરકારે ૧૮ આઇએએસ અને ત્રણ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપી છે. જેમાં મોટેરા સ્ટેડિયમની સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટના સંકલનની તથા સ્ટેડિયમના પ્રેક્ષકોને લગતી જવાબદારી અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવી છે. કામગીરીમાં સામાન્ય વહીવટી વિભાગના અગ્ર સચિવ કમલ દાયાણી મદદરૂપ બનશે. જ્યારે રાજ્યના માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને ટ્રમ્પ જે રૂ પરથી પસાર થવાનાથી તેની તથા એરપોર્ટ બ્રાન્ડીંગની જવાબદારી અપાઇ છે. એરપોર્ટ પર પોલીસ વડા શિવાનંદ ઝા અને અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા ગાર્ડ ઓફ ઓનર આપશે.

(8:25 pm IST)