Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

વડોદરા નજીક ખટંબામાં પારુલ યુનિવર્સીટીના વિદ્યાર્થીએ બેફામ કાર ચલાવી પગ રિક્ષાને હડફેટે લેતા ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું

વડોદરા:નજીક ખટંબા ગામ પાસે આજે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એક પગ રિક્ષા ચાલક આધેડનું મોત થયુ હતું.વાઘોડિયા ગામમાં ડેપો પાછળ નવી નગરીમાં રહેતા રાવજીભાઇ રણછોડભાઇ વાદી (ઉ.૫૫) પગ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા આજે સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં વડોદરા નજીક ખટંબા ગામ પાસે તેઓ પગ રીક્ષા લઇને વાઘોડિયા તરફ જતા હતા ત્યારે વડોદરાથી વાઘોડિયા તરફ જતી એક કારે તેમને પાછળથી ટક્કર મારી જતી રહી હતી જેમાં પગ રીક્ષા પરથી ઉછળીને રોડ પર પટકાયેલા રાવજીભાઇને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ કાર ચાલક કાર છોડીને ફરાર થઇ ગયો હતો.આ મામલે તપાસ કરી રહેલ વરણામા પોલીસે સ્થળ પર પડેલી કારના નંબરના આધારે તપાસ કરતા એવુ જાણવા મળ્યુ છે કે કાર પારૃલ યુનિવર્સિટીનો કોઇ વિદ્યાર્થી ચલાવી રહ્યો હતો.

 

(5:57 pm IST)