Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સુરતમાં ગુટખા ખાતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો:ઉઘનામાં ડુપ્લીકેટ કારખાનું ઝડપવામાં આવ્યું

સુરત: શહેરમાં ગુટખા ખાવાના શોખીન લોકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે ગુટખાના શોખીન છો, તો ચેતી જજો કારણ કે, સુરતના બજારમાં હવે બનાવટી ગુટખાનું વેચાણ શરૂ થયું છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક નિવડી શકે છે. શહેરના બજારમાં બનાવટી ગુટખાના વેચાણ અંગેનિ માહિતીના આધારે ઉધના પોલીસે બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે.

શહેરના ઉધનાની એક સોસાયટીના એક મકાન ખાતેથી ડુપ્લીકેટ ગુટખા બનાવવાના મસમોટા રેકેટને પોલીસે ઝડપી પાડ્યુ છે. પોલીસના દરોડમાં ડુપ્લીકેટ ગુટખા સહિતની સાધન સામગ્રી સાથે એક શખ્સની અટકાયત કરી છે.

(5:55 pm IST)