Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સુરતના લીંબાયતમાં મોડેલ ટાઉન નજીક દબાણ દૂર કરવા તંત્રદ્વારા કામગીરી હાથ ધરવામાં આવી:એસએમસીના સ્ટાફ સાથે લારીવાળાઓની હાથાપાઈ થતા મામલો ઉગ્ર બન્યો

સુરત: શહેરના લીંબાયત મોડેલ ટાઉન નજીક રસ્તા પરના દબાણ દુર કરવા જનાર મનપા કર્મચારીઓ સાથે જીભાજોડી કરી ઝપાઝપી કરતા વાતાવરણ તંગ થઇ ગયું હતું. જો કે ઘટનાની જાણ થતા લીંબાયત પોલીસ દોડી આવતા મનપાના કર્મચારીની ફરજમાં રૃકાવટ કરનારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબાયતના સ્વીટ સર્કલ નજીક શારદા સ્કુલથી લઇ મોડેલ ટાઉન વચ્ચે રસ્તા પર ભરાતા બજારના દબાણ દુર કરવા માટે મનપાના દબાણ ખાતાના રાજેન્દ્ર હરપાલ ઠાકુર (ઉ.વ. 56 રહે. નીલકંઠ રેસીડેન્સીગ્રીનસીટી રોડપાલ) સ્ટાફ સાથે ગયા હતા. તે દરમ્યાનમાં રસ્તા પર ઉભેલી બે ફ્ટની લારી કબ્જે લીધી હતી. જેથી ફ્ટની લારી ઉભી રાખનાર મોનુ અરિવંશ શ્રમા અને અલ્તાફ સમશાદ રાઇન (બંન્ને રહે. હીરામોતી કોમ્પ્લેક્ષસર્વોત્તમ હોટલની બાજુમાંપુણા રોડ) એ મનપાના દબાણ ખાતાના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી વાતાવરણ તંગ થઇ ગયું હતું અને અન્ય લારીવાળાઓ પણ એક્ઠા થઇ ગયા હતા. બીજી તરફ વાતાવરણ તંગ થઇ જતા મનપાના સ્ટાફે તુરંત જ પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કર્યો હતો. જેથી તુરંત જ લીંબાયત પોલીસની મોબાઇલ વાન દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો. ઘટના અંગે મનપાના દબાણ ખાતાના રાજેન્દ્ર ઠાકુરે ઉપરોક્ત બંન્ને ફ્ટની લારીવાળા વિરૃધ્ધ પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. 

(5:54 pm IST)