Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સુરતના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઉઘનાની મહિલાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડવામાં આવી: વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેર માં વ્યાજખોરોનો ત્રાસથી કંટાળી ઉધના ઝોનમાં સફાઈ કર્મચારીએ પોલીસ કમિશનર કચેરીમાં ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાએને ખાનગી વાહનમાં  સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે.

આ બનાવની મળતી વિગત અનુસાર મૂળ નવસારીની રહેવાસી મહિલા પોલીસ કમિશ્નર કચેરી આવી હતી. પોલીસ કમિશ્નર કચેરીએ ફિનાઈલ પીવાનો પ્રયાસ કરી હતી ત્યારે પોલીસે તેને ફિનાઈલ પીતી રોકવાનો પ્રયાસ કર્યો હતો. રોકવા છતાં મહિલા ફિનાઈલ પી ગઈ હતી. જેથી તેને ખાનગી વાહનમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી આ પગલુ ભર્યું છે. વ્યાજખોરોએ પૈસાના બદલે શારીરિક સંબંધ બાંધવાની દબાણ કરી રહ્યાં હતા. કમલેશ કહાર અને રાજેશ કહાર બન્ને ભાઈઓ પાસેથી વ્યાજે 3 લાખ લીધા બાદ નવ લાખ પરત આપી દીધા હોવા છતાં રૂપિયાની માંગ કરવામાં આવતી હોવાથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો.

(5:52 pm IST)