Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

વિરમગામની આનંદ મંદિર સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ડે ની સાથે એડવેન્ચર નાઈટ કેમ્પનું આયોજન કરાયું

આનંદ મંદિર સ્કુલના બાળકોએ પોળો જગલમાં બે દિવસના ટ્રેકીગ કેમ્પમાં પણ ભાગ લીધો હતો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ મંદિર સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ડે ની સાથે સાથે એડવેન્ચર નાઈટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.   વિરમગામ લાયન્સ ક્લબના ગાર્ડનમાં સ્પોર્ટ્સ ડે ની સાથે સાથે એડવેન્ચર નાઈટ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ટેન્ટમાં રહેવાનું કેમ્પ ફાયર ટીમ બિલ્ડીગ ગેમ, બીજી અવનવી ગેમ અને સેલ્ફ મોટીવેશન નાના બાળકોને પીરસવામાં આવ્યું હતુ. તેમાં ચોથા ધોરણથી લઈને સાતમા ધોરણ સુધીના છોકરાઓએ ભાગ લીધો હતો.બધી સ્કૂલોમાં એડવેન્ચર એક્ટિવિટી કરવામાં આવવાથી બાળકોમાં ઘણા અવનવા આઉટડોરના ચેન્જીસ અને જિંદગીના ચેલેન્જીસ શીખવા મળતા હોય છે.

  આજે સંસ્થાઓ અને સ્કૂલો દરેક સોસાયટી અને સમાજમાં એડવેન્ચર વિશે વધારે જાગૃત થયા છે. થોડા સમય પેહલા અમારી સ્કુલના બાળકો પોળો જગલમાં બે દિવસનો ટ્રેકીગ કેમ્પમાં પણ ભાગ લીધો હતો તેમ આનંદ મંદિર સ્કુલ વિરમગામના ગોકુલ પટેલે જણાવ્યું હતું.

(3:45 pm IST)