Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ડેડીયાપાડા મામલતદાર કચેરી પાસે જ પતિ પત્ની ઔર વોહ ના ચક્કરમાં બબાલ

બંન્ને પક્ષના તથા ગામના આગેવાનો સમાધાન કરાવતા હતા ત્યારે મામલો ગરમાયો : પતિને અન્ય ગામની સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવી છુટાછેડા તેમજ ઈકો ગાડી પરત આપવા જણાવતા મામલો બીચકયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદાના ડેડીયાપાડા મામલતદાર કચેરી નજીક આવેલ સરકારી અનાજના ગોડાઉનની પાસે પતિ પત્ની ઔર વોહ બાબતે બબાલ થતા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
 પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ના કોયલીવાવ ગામના સોમાભાઇ જાતરીયાભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમની દિકરીના પારીવારીક ઝગડાના સમાધાન માટે બંન્ને પક્ષના માણસો તથા ગામના આગેવાનો ભેગા થયા હતા તે વખતે સસરાએ જમાઈને જણાવ્યું કે,તારે સુકાઆંબા ગામની એક સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોઇ અને મારી છોકરીને રાખવા માંગતો ન હોઇ તું મારી છોકરીને છૂટાછેડા આપી દે અને મારા છોકરા મોતીસિંગે તને ફેરવવા માટે આપેલ ઇક્કો ગાડી અમને પરત આપી દે તેવુ જણાવતા સામાં પક્ષના રમેશ ભાઇ ધનજીભાઇ વસાવા, રણજીત ભાઇ રમેશભાઇ વસાવા, રતિલાલ ધનજીભાઇ વસાવા, ગંભીરભાઇ નરશીભાઇ વસાવા, તમામ રહે. સીયાલી, ડેડીયાપાડા ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી ઢીકપાટુનો મારમારી તથા જમાઈ રમેશ વસાવા એ સસરા નો હાથ પકડી મચડી નાંખી ફ્રેકચર કરી ઇજા પહોંચાડી તથા બાકીના ત્રણે એકબીજાની મદદગારી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોય ડેડીયાપાડા પોલીસે આ બાબતે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(2:34 pm IST)