Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અમદાવાદમાં બાળકોએ બનાવેલા પેઇન્ટીંગ્સનું આજે-કાલે પ્રદર્શન- વેચાણ

અમદાવાદઃ તા.૧૫, અમદાવાદની જાણીતી એડ એજન્સી પી. ગૌતમ એન્ડ કાું.ના શ્રી આકાશભાઇ ગાંધીના ૭ વર્ષના સુપુત્ર ચિ. પ્રાંશ ગાંધી તથા અન્ય ૭ થી ૧૪ વર્ષના બાળકોએ તેમની પરિકલ્પના અને સુઝબુઝથી તૈયાર કરેલા હાઇટેકનીક અને આકર્ષક રંગદર્શીતાવાળા પેઇન્ટીંગ્સનું પ્રદર્શન આજથી બે દિવસ યોજવામાં આવેલ છે.

આ પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથી શ્રીમતી બિજલ પટેલ (મેયર) અમદાવાદ અને શ્રીબિપીનભાઇ પટેલ (૧૦૦૦થી પણ વધારે પેઇન્ટીંગ્સની વર્લ્ડ રેકોર્ડ સિધ્ધી મેળવનાર આર્ટીસ્ટ) ઉપસ્થિત રહયા હતા.

પ્રદર્શન અને પેઇન્ટીંગ્સનું વેંચાણનું પણ આયોજન કરવામાં આવેલ છે. પેઇન્ટીંગ્સના વેચાણની થયેલ આવક ગરીબ  બાળકો, વૃધ્ધાશ્રમ અને અનાથાલયોમાં આપવામાં આવશે. પ્રદર્ર્શન તા.૧૫, ૧૬ (શનિ, રવિ,સાંજે ૪ થી ૮) એલએન્ડ પી હઠીસીંગ વિઝયુલ આર્ટ સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, કસ્તુરભાઇ લાલભાઇ કેમ્પસ, સેપ્ટ યુનિવસીર્ટી, ગુજરાત યુનિવસીર્ટીની સામે, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાયું છે.

(12:54 pm IST)