Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અનામત-બિન અનામત વર્ગનો LRD વિવાદ :મહેસાણા બંધને મિશ્ર પ્રતિસાદ : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ફોટો  mahesana

મહેસાણા : 1 ઓગસ્ટ 2018નાં રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવા SC, ST અને OBCની યુવતીઓ છેલ્લા 68 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે. તેમાં 23 દિવસથી 7 યુવતીઓ અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ સત્યાગ્રહનાં હસમુખ સક્સેના તથા 72 કલાક માટે કોંગ્રેસના 3 MLA પ્રતિક આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. બીજી તરફ આ અંગે BAAS દ્વારા મહેસાણા બંધની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આજ સવારથી આ બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

   આજ સવારથી મહેસાણા બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક દુકાનો ચાલુ છે તો ક્યાંક બંધ છે. જે દુકાનો ચાલુ કરવામાં આવી છે તેને આંદોલનકારીઓ બંધ કરાવવા માટે જઇ રહ્યાં છે.

   બંધનાં પગલે કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહેસાણામાં પોલીસની ટીમો ખડકી દેવામાં આવી છે. મહિલા અને પુરુષ પોલીસ બંન્ને મહેસાણાનાં વિવિધ વિસ્તારોમાં સુરક્ષા કરી રહી છે.

(12:16 pm IST)