Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

૨૧૦ મિનિટનું રોકાણઃ ૧૩૦ કરોડનો ખર્ચ

ટ્રમ્પની હાઇ પ્રોફાઇલ વિઝીટ માટે થશે જંગી ખર્ચ

અમદાવાદ, તા.૧૫: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ થોડા જ કલાકો માટે આવી રહ્યાં છે પણ થોકબંધ સનદી અધિકારીઓ, અડધો અડધ પોલીસ તંત્ર, અમદાવાદ શહેરનું આખું તંત્ર આ થોડા કલાકોના ખેલ દરમિયાન અમદાવાદ શહેર સુંદરતમ દેખાય, સલામત દેખાય તે માટે દ્યેલું થયું છે. ગણતરીના કલાકોની ઈવેન્ટ માટે ૧૩૦થી વધુ કરોડનો ખર્ચ થશે. જે ધમધમાટ એરપોર્ટથી મોટેરા વચ્ચે છે તે જોતા સરકાર-એએમસી ધારે તો ટૂંક સમયમાં જ કોઈ વિસ્તારની કાયાપલટ કરી શકે છે. તેનું આ ઉત્ત્।મ ઉદાહરણ છે. અહીં એવો સવાલ થાય તે સ્વાભાવિક છે કે, શહેરને રાતોરાત સુંદર, સ્વચ્છ, સુરક્ષિત બનાવી દેવાની સરકારમાં આ ત્રેવડ છે તો તે નાગરિકોને હાલાકીથી મુકત કરવા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં કેમ દેખાતી નથી. થોડાક કલાક માટે આવતા ટ્રમ્પની કદમપોશી માટે આટલો ગંજાવર ખર્ચની સાથે યુદ્ઘના ધોરણે બધું તાબડતોબ થઈ જાય છે. પણ પ્રજાએ જે વિશ્વાસથી ચૂંટીને મોકલે અને સરકાર બને તે જ પ્રજાની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આ જ સરકાર સતત ઉદાસીનતા દાખવી તેમનું જ અપમાન કરે છે.

આદ્યાતજનક બાબત એ છે કે આ બધું જ મોટેરામાં સુધરી રહ્યું છે પણ શહેરમાં બીજે ઠેર ઠેર ગંદકી, પીવાના પાણીના પ્રશ્નો, સલામતીની ચિંતા, ખરબચડા રસ્તા યથાવત્ છે. વેપાર-ધંધાના વિકાસ માટે કશું જ નથી થતું.

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અમદાવાદ આવ્યા ત્યારે જે રોડને નવું રૂપ અપાયેલું તેને આજે પણ લોકો જિનપિંગ રોડ તરીકે ઓળખે છે, તે ખાસ નોંધવું જોઈએ.

બીજી તરફ શહેરમાં કુલ ૨૫૮૦ કિ.મી.નું રોડનું નેટવર્ક છે જે પૈકી ૯૫ કિ.મી.ના રોડ કાચા છે.  અમદાવાદ શહેરના ગટરના નેટવર્કની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૫-૧૬માં શહેરમાં ગટરનું નેટવર્કની લંબાઇ ૨૫૬૦ કિ.મી. હતુ જે ૨૦૧૯-૨૦માં વધીને માંડ ૨૬૦૦ કિ.મી.ની આસપાસ થઇ છે શહેરમાં માત્ર ૨૯ સુએજ પમ્પિંગ સ્ટેશનો છે જે ઓછા છે જેથી શહેરના પૂર્વ અને કોટ વિસ્તારમાં ગટરો બેક મારવાની સમસ્યા યથાવત છે. આજે પણ શહેરના ૯૦ ટકા વિસ્તારમાં જ ડ્રેનેજ નેટવર્ક પહોંચ્યું છે. ૧૦ ટકા વિસ્તાર એવો છે જયાં ડ્રેનેજ નેટવર્ક નથી. શહેરના સરખેજ, દાણીલીમડા, રામોલ સહિતના કેટલાય વિસ્તારો એવા છે જયાં હજુ સુધી પાણીનું નેટવર્ક પહોંચ્યું નથી. આજે પણ અહીં ટેન્કરોથી પાણી પહોંચાડવું પડે છે. મહિલાઓએ આજે પણ સવારે ટેન્કરની રાહ જોવી પડે છે. આજેપણ ખુલ્લેઆમ પીપળજ, ગ્યાસપુર, સૈજપુર-ગોપાલપુર સહિતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કેમિકલના પાણી સીધા નાળામાં ઠલવાય છે જયાંથી પાણી સીધા સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યાં છે.

તૈયારીઓ જોઈ અમદાવાદના લોકો પરસ્પર વાતચીતમાં એવી પણ રમૂજ કરે છે કે ટ્રમ્પ સાહેબ, અહીં આવવા બદલ આભાર. અમારા શહેરનો એક વિસ્તાર તો સુધર્યો ! જો કે, બીજા શહેરના લોકો કટાક્ષમાં એમ કહે છે કે, ટ્રમ્પ સાહેબ અમારે ત્યાં આવો જેથી અમારે ત્યાં વિસ્તારો પણ સુધરે !

ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ પાછળ ૧૩૦ કરોડથી વધુનો ખર્ચ

ટ્રમ્પની અમદાવાદ વિઝીટ પાછળ બધું મળીને આશરે રૂ.૧૩૦ કરોડનો ખર્ચ

મોટેરા અને તેની આસપાસના ૧૮ રોડ તથા ઈન્ટરનલ રોડને રિસરફેસ કરવા પાછળ રૂ.૫૦ કરોડનો ખર્ચ કરશે

વિઝીટના રૂટ પર નવી ફૂટપાથ, એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તે ડફનાળા સુધી ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ રૂ.૩૫ થી ૪૦ કરોડનો ખર્ચ

રોડ શો માટેના રૂટ પર બ્યુટિફિકેશન માટે ૩.૭૦ કરોડ ખર્ચશે

ચીમનભાઈ બ્રીજથી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર ફુલના કુંડા મુકવા માટે રૂ.૧.૭૩ કરોડ ખર્ચાશે

ચીમનભાઈ બ્રીજથી ઝુંડાલ સર્કલ સુધીના રસ્તા પર ફુલના કુંડા મુકવા માટે રૂ.૧.૯૭ કરોડ ખર્ચાશે.

(11:19 am IST)
  • મારી જિંદગી જોખમમાં છે : એક બીજેપી નેતાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે : ધમકીનો મેસેજ મોબાઈલમાં સેવ કરેલો છે : સમાજવાદી પાર્ટી પ્રેસિડન્ટ અખિલેશ યાદવ : આવતીકાલે પત્રકાર પરિષદ access_time 8:41 pm IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવી : આરજેડી અને સીપીઆઈએ ગંગાજળ છાંટી મૂર્તિ શુદ્ધ કરી : ગઈકાલ શુક્રવારે બેગુસરાઈમાં સીએએના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન ગિરિરાજના હસ્તે માળા ચડાવેલી મૂર્તિને અપવિત્ર થયેલી ગણી આજ શનિવારે ગંગાજળના પાણીથી શુદ્ધ કરાઈ : ભાજપ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો access_time 7:55 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST