Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ યાત્રા

પ્લેટિનમ આમંત્રિતો માટે ૧૫૦૦ પાસ જારી કરાશે

અમદાવાદ, તા. ૧૪  : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદવાદ યાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રમ્પઅને મોદી ભવ્ય રોડ શો પણ કરનાર છે. તેમનું સ્વાગત કરવા અલગ અલગ ધર્મના લોકો અને અનુયાયીઓ પણ રહેશે. આ રોડ શોની તમામ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. બેઠકોના દોર ચાલી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.

*    અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં અલગ અલગ એન્ટ્રી માટે મહેમાનો માટે પણ જુદી જુદી વ્યવસ્થા થઇ

*    પ્લેટિનમ, વીવીઆઈપી અને ગોલ્ડ એમ ત્રણ કેટેગરીમાં મહેમાનો માટે વ્યવસ્થા

*    પ્લેટિનમ મહેમાનો માટે ૧૫૦૦ પાસ જારી કરવામાં આવનાર છે

*    ટોપ કોર્પોરેટ વડા અને જાણિતી રમત-ગમતની હસ્તીઓ તથા દેશની જુદી જુદી હસ્તીઓ અને પ્રોફેશનલો માટે આમંત્રણ સાથે પાસ અપાયા છે

*    ગોલ્ડ કેટેગરી હેઠળ ૫૦૦૦ પાસ જારી કરવામાં આવનાર છે

*    સ્ટેડિયમના આઉટફિલ્ડમાં પ્લેટિનમ અને ગોલ્ડ આમંત્રિત મહેમાનો માટે ભવ્ય સોફા અને ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે

*    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીના દિવસે બપોરે ૧.૧૫ વાગ્યાની આસપાસ સ્ટેડિયમમાં પહોંચશે

*    બંને નેતાઓ ૨.૩૦ વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમમાં રોકાશે. આ ગાળા દરમિયાન ટ્રમ્પ અને મોદી સંબોધન કરે તેવી સંભાવના

*    સમગ્ર સ્ટેડિયમને કેમ છો ટ્રમ્પ કાર્યક્રમના ત્રણ ચાર દિવસ પહેલા જ સુરક્ષા સંસ્થાઓને સોંપી દેવામાં આવશે

*    મોદી અને ટ્રમ્પ માટે વાસ્તવિક સ્થળ સ્ટેડિયમમાં ક્યા રહેશે તે અંગે હજુ સુધી સુરક્ષા સંસ્થાઓ દ્વારા નિર્ણય કરાયો નથી

*    અમદાવાદ શહેર પોલીસના વડા આશિષ ભાટિયા ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત એટીએસની ટીમો ગુજરાત મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઇ ચુકી છે

*    માત્ર અમદાવાદ શહેરમાં જ આ હાઈપ્રોફાઇલ યાત્રાને લઇને ધ્યાન અપાઈ રહ્યું નથી બલ્કે કચ્છ સરહદ પર પણ બાજ નજર છે

*    ટોપ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ ટ્રમ્પની યાત્રાના બે દિવસ પહેલા જ મેટ્રો રેલ માટેનું કામ બે દિવસ માટે રોકી દેવામાં આવશે

*    અમદાવાદ શહેરમાંથી ટ્રમ્પ રવાના થઇ ગયા બાદ મેટ્રોનું કામ આગળ વધશે

(8:44 pm IST)