Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ગાંધીનગરમાં કેનેડા જવાની લાલચ આપી ઠગે લોકો સાથે 45 લાખની ઠગાઈ આચરી

ગાંધીનગર: શહેરમાં હાલમાં લોકોને વિદેશમાં મોકલવાની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી આચરતી ટોળકી સક્રિય છે. ત્યારે કુડાસણના ભવ્ય કોમ્પ્લેક્ષમાં યશ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ખોલીને પાંચ પરિવારના સભ્યોને કેનેડા મોકલવાની લાલચ આપીને એજન્ટે ૪૫ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. એજન્ટે ૪૦ જેટલા લોકો પાસેથી દોઢ કરોડ ઉપરાંતની રકમ મેળવી હોવાનું પણ પોલીસને જાણવા મળી રહ્યું છે.

(5:20 pm IST)