Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

અમદાવાદના ગોમતીપુરમાં કુખ્યાત બુટલેગર હુસૈનના ઘરે દરોડો: 1,10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ડીસીપી ઝોન 5 સ્ક્વોડની દ્વારા દરોડો પડાયો :ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રેલી કાઢીને દારૂના વેચાણનો કર્યો હતો વિરોધ

અમદાવાદ ;અમદાવાદના ગોમતીપુરના કુખ્યાત બુટલેગર હુસૈનના ઘરે પોલીસે દરોડો પાડીને આશરે 1.10 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. ડીસીપી ઝોન 5 સ્ક્વોડની દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો

  હુસૈનના ઘરે પાડવામાં આવેલા દરોડામાં 20 બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અમદાવાદમાં પોતાના સન્માન સમારંભ સમયે ગોમતીપુર વિસ્તારમાં રેલી કાઢી દારૂના વેચાણનો વિરોધ કર્યો હતો.

(12:45 am IST)