News of Thursday, 15th February 2018

સરપંચના પતિએ બોગસ બુકો છપાવીને બરોબર વેરા ઉઘરાવી લીધા

તલાટી-મંત્રીની જાતે જ સહી કરતા::ખેરાલુના સાગથળા ગામનો બનાવ

ખેરાલુ તાલુકાના સાગથળા ગામે મહીલા સરપંચના પતિએ પંચાયતની વેરા પાવતીઓની બોગસ બુકો છપાવી બારોબાર વેરા ઉઘરાવી લીધા હોવાની ઘટના બહાર આવી છે  સાગથળા ગામના જાગૃત ગ્રામજનોએ પંચાયતના સરપંચએ કરેલા કૌભાંડો એક પછી એક રજુઆતો કરી બહાર કઢાયા છે.જેમાં બાવળ કૌભાંડ, રાહતગાળા કૌભાંડ અને બોગસ વેરા પાવતી કૌભાંડની જેવા સમાવેશ થયા છે આ અંગે વિસ્તરણ અધિકારીને તપાસ સોંપાઈ હોવાનું તાલુકા વિકાસ અધિકારી  જણાવે છે

(11:51 pm IST)
  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • સુરતમાં ૩ બાળક સાથે પૂજારીએ દુષ્કર્મ કર્યુ : ફરીયાદ : નવસારી બજાર વિસ્તારની ઘટના : ગોખી તળાવના મંદિરના પૂજારી વિરૂદ્ધ ફરીયાદ access_time 12:23 pm IST