Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વડોદરામાં પરિણીતા ભેદી સંજોગોમાં લાપતા થતા શોધી કાઢવા હાઇકોર્ટનો આદેશ

વડોદરા તા.૧૬ : મહિનાથી પરિણીતા લાપતા થતા તેમને શોધી કાઢવા માટે હાઇકોર્ટે આદેશ કર્યોછે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોત્રીના કમ્પ્યુટર કલાસમાં ગયા બાદ ભેદી સંજોગોમાં લાપતા થયેલી પરિણીતાનો છ મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતા કોઇ પત્તો નહી લાગતા તેના પીયરીયાએ હાઇકોર્ટનો આશરો લીધો છે.

પિયરીયાએ હેબિઅસ કોર્પસ દાખલ કરતા પરિણીતાને શોધી કાઢવા હાઇકોર્ટે આદેશ.

નડીયાદની ભ્રાંતીન લગ્ન ૧૭ વર્ષ પહેલા સચીન વકીલ સાથે થયા હતા અને એક પુત્રનો જન્મ પણ થયો હતો ગોત્રીના ગદાપુરા વિસ્તારમાં વીઆઇપી સોસાયટીમાં રહેતી ૩૮ વર્ષીય પરિણીતા ભાગી ગઇ તા. ર૬/૭/ર૦૧૭ ના રોજ સાંજે પ-૩૦ વાગ્યે ઇસ્કોન મંદિર સામેના કમ્પ્યુટર કલાસમાં ગઇ હતી અને ત્યારબાદ તેનો કોઇ પત્તો નથી.

બનાવ અંગે ગોત્રી પોલીસે ગુમ થયાની નોંધ તપાસ હાથ ધરી હતી પરંતુ ભ્રાંતીના હજી સુધી કોઇ સગડ મળ્યા નથી આખરે આ બાબતે તેના પિયર પક્ષે દિલીપભાઇ તલાટીએ હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ દાખલ કરતા અદાલતે ભ્રાંતીને શોધી કાઢવા હુકમ કર્યો છે.

બનાવ અંગે ગોત્રીના પીઆઇજીએ સરવૈયાએ કહ્યું છે કે, પોલીસની તપાસમાં બનાવને દિવસે ભ્રાંતીએ કલાસમાં હાજરી હોવાનું જણાઇ આવ્યું છે પોલીસે તેના પિયરીયા સાસરીયા અને મિત્ર વર્તુળ સહિત સંખ્યાબંધ લોકોના નિવેદન લીધા છે. અને હજી આ શોધખોળ કરવામાં આવી રહી છે.

(6:59 pm IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST