News of Thursday, 15th February 2018

બનાસકાંઠાના અંબાજીની એકલવ્ય સ્કુલનાં વિદ્યાર્થીનો આપઘાત

બનાસકાંઠાઃ અંબાજી ખાતેની સ્કૂલમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ  બનાસકાંઠામાં આદિવાસી બાળકોની એકલવ્ય સ્કૂલમાં ભણતા 14 વર્ષના અજય ગમારે રાત્રે હોસ્ટલના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેને પગલે સ્કૂલમાં ઉહાપોહ મચ્યો હતો. માત્ર 14 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા સ્કૂલ સંકુલમાં વિવિધ વાતો વહેતી થઈ છે. આ બનાવને પગલે અંબાજી પોલીસ દ્યટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

અંબાજી પાસે અનેક આદિવાસીઓ વસવાટ કરે છે, આ આદિવાસી વિસ્તારોના બાળકોનું શિક્ષણ સ્તર સુધરે અને તેમને સારું શિક્ષણ મળી રહે તે માટે આ વિસ્તારમાં સરકાર દ્વારા એકલવ્ય મોડલ સ્કૂલ બનાવવામાં આવી છે. તેથી માત્ર 14 વર્ષના બાળકે કયા કારણોસર આત્મહત્યા કરી, તેને સ્કૂલમાં કોઈ તકલીફ હતી કે, પછી પરિવારની કોઈ સમસ્યા કારણભૂત હતી, તે વિશે પોલીસે તપાસ શરૂ કરી છે.

(6:56 pm IST)
  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST

  • પાટણ કલેક્ટર ઓફિસમાં જ દલિત યુવાન ભડભડ સળગી ઉઠ્યો : વર્ષો બાદ પણ જમીન ન મળતા આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : પાટણમાં પોલિસ - ફાયર બ્રિગેડની હાજરીમાં જ દલિત યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : લોકોમાં મચી ગઈ નાસભાગ access_time 4:17 pm IST