Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

હિટ એન્ડ રન: અમદાવાદમાં રિક્ષાની ટક્કરે યુવકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

અમદાવાદ: શહેરમાં હિટ એન્ડ રનના બનાવમાં એકદમ જ વધારો થવા પામ્યો છે. બે દિવસમાં બે અકસ્માતના બનાવ બન્યા છે, જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જુહાપુરામાં હાજી બાવાની દરગાહના રોડ પર ગત રાતે ‌િરક્ષાચાલકે એક યુવકને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ રિક્ષાચાલક ફરાર થઇ ગયો હતો. વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં પૂનમ બા‌િરયા નામનો યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. પૂનમ છૂટક મજૂરીકામ કરતો હતો.

ગઈ કાલ રાતે જુહાપુરા વિસ્તારમાં હાજી બાવાની દરગાહ નજીકના બસ સ્ટેન્ડ પાસેથી પૂનમ પસાર થઇ રહ્યો હતો ત્યારે એક રિક્ષાચાલક પુરપાટ ઝડપે આવ્યો હતો અને પૂનમને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં પૂનમ ઊછળીને રોડ પર પટકાયો હતો.

શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માતના પગલે લોકોનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં. પૂનમને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ રિક્ષાચાલક રિક્ષા મૂકી નાસી ગયો હતો. વેજલપુર પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વેજલપુર પોલીસે ગુનો નોંધી રિક્ષાચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

(5:56 pm IST)