Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મહેસાણા-ગાંધીનગર રોડ નજીક બે ટ્રક અથડાતા અફડાતફડી

મહેસાણા:મહેસાણા-ગાંધીનગર રોડ પર રામપુરા સર્કલ પાસે બે ટ્રકો સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો વિજાપુરથી મહેસાણા તરફ જઇ રહેલી અને મહેસાણાથી ગાંધીનગર તરફ આવી રહેલી બે ટ્રકો જોરદાર ધડાકા સાથે સામ સામે અથડાઇ હતી.

જેમાં એક ટ્રક રોડની બાજુમાં પલટી ખાઇ ગઇ હતી જ્યારે બીજી ટ્રકની કેબિનમાં આગ લાગતાં રોડ પર અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થવા પામી ન હતી. ઘટનાના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

(5:55 pm IST)