Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ગુજરાત અંબુજા સિમેન્ટ અને અભિષેક ઈન્ડસ્ટ્રીઝ સામે ૫૧ ટેન્કર ડ્રાઈવરોએ કરેલ કેસ નામંજુર

રાજકોટ, તા. ૧૫ :. ગુજરાત અંબુજા સિમેન્ટ તેમજ અભિષેક ઈન્ડ. પ્રા.લી. કોડીનાર વિરૂદ્ધ કુલ ૫૧ ટેન્કર ડ્રાઈવરો દ્વારા અંબુજા સિમેન્ટના કામદારો ગણી ચુકવવામાં આવતા તમામ લાભો તેમજ આનુસાંગિક સવલતો માટે ઔદ્યોગિક અદાલત રાજકોટ સમક્ષ ડીમાન્ડ કેસ દાખલ કરેલ હતો. જેને ઔદ્યોગીક અદાલતે રદ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે ગુજરાત અંબુજા સિમેન્ટ કોડીનાર દ્વારા લુઝ સિમેન્ટને ફેકટરી પ્રીમાઈસીઝથી મૂળ દ્વારકા જેટી સુધી ટેન્કર મારફતે પહોંચાડવા અંગે અભિષેક ઈન્ડ. સર્વિસીઝ પ્રા.લી.ને ડ્રાઈવર પુરા પાડવા અંગેનો કોન્ટ્રાકટ આપેલ હતો. જે કરાર મુજબ અભિષેક ઈન્ડ. સર્વિસીઝ પ્રા.લી. એ મેસર્સ બગદાદી ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપી આ રીતે કેસમાં સંકળાયેલ ૫૧ ડ્રાઈવરોની નિમણૂક કરેલ હતી.

આ તમામ ડ્રાઈવરો ઉપર સુપરવિઝન કંટ્રોલ અભિષેક તેમજ બગદાદી ટ્રાન્સપોર્ટવાળાનો હતો. જેથી અંબુજા કંપની અને કામદારો વચ્ચે નોકર અને માલીકના સંબંધો રહેલ નથી. કંપની દ્વારા વિશેષમાં એવી રજૂઆત કરવામાં આવેલ કે સંસ્થા દ્વારા આપવામાં આવેલ કોન્ટ્રાકટ માટે કાયદા હેઠળ જરૂરી એવુ રજીસ્ટ્રેશન મેળવેલ હતું. તેમજ અભિષેક ઈન્ડ. સર્વિસીઝ પ્રા.લી. કાયદા હેઠળ કામગીરી માટે લાયસન્સ મેળવેલ હતું. તેમજ સિમેન્ટ વેજ બોર્ડના એગ્રીમેન્ટ મુજબ લોડીંગ અનલોડીંગની કામગીરી કોન્ટ્રાકટ મારફતે કરાવવાની છૂટ આપવામાં આવેલ છે. વિશેષમાં કંપનીએ એવી પણ રજુઆત કરેલ હતી કે લુઝ સિમેન્ટ ટેન્કર મારફતે પહોંચાડવાની કામગીરી તે સંસ્થાના ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ નથી. આ સિવાય પણ સંસ્થા દ્વારા ઉત્પાદિત થયેલ સિમેન્ટ થેલીઓમાં, ટ્રેન મારફતે કે અન્ય રીતે સપ્લાય કરવામાં આવે છે. આમ ટેન્કર સર્વિસીઝ બંધ થવાને કારણે સંસ્થાના સિમેન્ટ સપ્લાયની કામગીરીને કોઈ અસર થાય નહી જેથી આ કામગીરી પેરેનીયલ નેચરની કામગીરી ગણી શકાય નહી. આમ અરજદારોની કાયમી થવાની માંગણી રદ થવાને પાત્ર છે.

બન્ને પક્ષકારોની દલીલો તેમજ કેસમાં પડેલ પુરાવાઓ ધ્યાને લઈ ઔદ્યોગિક અદાલત રાજકોટના ન્યાયાધીશશ્રી દ્વારા સંસ્થાની રજૂઆતો ગ્રાહ્ય રાખી અરજદારોની કાયમી થવાની તકરાર અયોગ્ય ઠરાવી અરજદારોને રેફરન્સ નામંજુર કરતો હુકમ કરેલ છે.

આ કેસમાં ગુજરાત અંબુજા સિમેન્ટ લી. તેમજ અભિષેક ઈન્ડ. સર્વિસીઝ પ્રા.લી. વતી એસ.બી. ગોગીયા એસોસીએટસ એડવોકેટસ વતી એડવોકેટ શ્રી અનિલ એસ. ગોગીયા, એડવોકેટ શ્રી પ્રકાશ એસ. ગોગીયા (ગુજ. હાઈકોર્ટ) તેમજ એડ. સીન્ધુબેન ગોગીયા રોકાયેલ હતા.

(4:21 pm IST)
  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST