Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

એઈમ્‍સ માટેની રેસમાં રાજકોટ કરતા વડોદરા આગળ : વિજયભાઈ જાગો

વડોદરા માટે પાદરાના ચોકારી અને વાઘોડીયાના બાકરોલ ગામની પસંદગી

વડોદરા : ગુજરાતમાં એઇમ્‍સ માટે મુખ્‍યત્‍વે રાજકોટ અને વડોદરા વચ્‍ચે સ્‍પર્ધા હતી જેમાં વડોદરા આગળ થયાની ચર્ચા છે અને વડોદરા જિલ્લાના બે સ્‍થળોની પસંદગી કરી લેવાયાની પણ ચર્ચા છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી મેડિકલ ક્ષેત્રે દેશની સર્વોચ્‍ચ સંસ્‍થા એઇમ્‍સ(ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેડિકલ સાયન્‍સીઝ)ની ગુજરાતમાં સ્‍થાપના માટે વડોદરા અને રાજકોટ વચ્‍ચેની સ્‍પર્ધામાં વડોદરાને ફાયદો થાય તેવી શક્‍યતાઓ અત્‍યારે વર્તાઇ છે.વડોદરા જિલ્લામાં પાદરા અને વાઘોડિયા તાલુકાના ચાર સ્‍થળે જમીનનો અભ્‍યાસ કર્યા બાદ આખરે બે સ્‍થળની જમીનને બાદ કરતા પાદરા તાલુકાના ચોકારી તેમજ વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની (આણંદ) વિશાળ જમીન પર હાલ પુરતી પસંદગી ઉતારાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે  રાજયમાં વડોદરા અને રાજકોટમાં એઇમ્‍સની સ્‍થાપના માટે જમીનો અંગેની વિગતો કેન્‍દ્રના હેલ્‍થ એન્‍ડ ફેમિલિ વેલફેર વિભાગ દ્વારા મંગાવાઈ હતી.

એઇમ્‍સની સ્‍થાપના માટે ટીમ દ્વારા એક રિપોર્ટ સરકારમાં મુક્‍યા બાદ વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામની ૩૫૩ હેક્‍ટર જમીન તેમજ વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની ૨૫૩ હેક્‍ટર જમીન યોગ્‍ય હોવાનું નક્કી થયુ છે.

વડોદરાને એઇમ્‍સ મળે તે માટે એક પ્રેઝન્‍ટેશન પણ રજુ કરાયુ હતું. રાજકોટ અને વડોદરા જિલ્લામાં એઇમ્‍સની સ્‍થાપના માટેના છેલ્લા ઇન્‍સ્‍પેક્‍શન બાદ હવે જાહેરાતની રાહ જોવાઇ રહી છે.

(5:32 pm IST)
  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • સ્વચ્છ ભારત મિશન ઉપર કલંક લગાવતા ભાજપના પ્રધાન : ''સ્વચ્છ ભારત'' મિશન ઉપર કલંક લગાવતા રાજસ્થાનના હેલ્થ મિનિસ્ટર કાલીચરણ સરાફ : રોડ ઉપર ખુલ્લામાં લઘુશંકા કરી : કોંગ્રેસે માફી માંગવાનું કહેતા ના પાડી દીધીઃ માથે જાતા એમ કહ્યુ કે પોલીસ ૨૦૦ રૂપિયા દંડ લઈ લ્યે બીજુ શું? આ કયાં કોઈ મોટો મુદ્દો છે? access_time 4:59 pm IST