Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

અમદાવાદમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીને ૧૦ દિવસ ગોંધી રાખી સતત બળાત્કાર ગુજાર્યો

અમદાવાદથી મેઘરજ આવી ત્યારે પાદરમહુડી ગામનો વનરાજ ધમકાવી બાઈક ઉપર ઉઠાવી ગયો : પ્રથમ મિત્રના ઘેર અને બીજા દિવસે મોડાસા અને પોતાના ઘરે લઇ જઈ દુષ્કર્મ આચર્યું

મેઘરજ : અમદાવાદમાં નર્સ તરીકે નોકરી કરતી મેઘરજ તાલુકાના વલુણા ગામની યુવતીને દસ દિવસ ગોંધી રાખીને મેઘરજ તાલુકા ના જ પાદરમહુડી ગામના યુવાને મેઘરજથી અપહરણ કરી દસ દિવસ સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજારતાં આ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ યુવતી અમદાવાદથી ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ અમદાવાદ થી મેદ્યરજ આવી હતી તે સમયે આ દ્યટના બની હતી.

દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ મેઘરજ પોલીસમાં તાલુકાના પાદરમહુડી ગામના વનરાજ જયંતીભાઈ પંડવાળા સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ પીડિતા અમદાવાદ ખાતે એક પ્રાઈવેટ દવાખાનામાં નર્સ તરીકે નોકરી કરે છે. પાંદરમહુડી ગામનો વનરાજ  નંબર વગરની પલ્સર બાઈક લઈને આવેલો અને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીનો હાથ પકડી મોટરસાયકલ પાછળ બેસાડી ટીંટોઈ તરફ લઈ ગયો હતો. ટીંટોઈ નજીક ડુંગર ઉપર યુવતીને ધોલધપાટ કરી દુષ્કર્મ ગુજારેલ. એ પછી યુવતીને તેના મિત્રના ઘેર લઈ ગયો હતો અને રાત્રે ત્યાં રોકાઈ યુવતી ઉપર દુષ્કર્મ કર્યું હતું.

બીજા દિવસે સવારે નવ વાગે વનરાજ યુવતીને મોડાસા લઈ ગયેલો અને મોડાસા ક્રિશ્ના રેસીડન્સીના ફલેટમાં ગોંધી રાખી હતી રેપ કર્યો હતો. એ પછી વનરાજ યુવતી પાદરમહુડી ગામે પોતાને ઘેર લઈ ગયો અને રાત્રે ત્યાં રોકી દુષ્કર્મ આચર્યું હતું.

દરમિયાન યુવતીના હાથમાં તેનો મોબાઈલ આવતાં યુવતીએ પોતાના ભાઈને ફોન કરી સઘળી હકીકત જણાવી તેણીને ઘેર લઈ જવા જણાવતાં યુવતીના પિતા તથા સબંધીઓ પાદરમહુડી ગામે ગયા હતા અને યુવતીને ઘેર લઈ આવ્યા હતા. યુવતીએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી.

(7:37 pm IST)