Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

દેશી વાયગ્રા બનાવવામાં મદદરૂપ થતાં ઔષધિય છોડ મળ્યા

છોડમાંથી મળ્યું વાયગ્રા બનાવવાનું કેમિકલ

આણંદ તા. ૧૫ : ગુજરાતમાં બે છોડ મોટા પ્રમાણમાં ઉગી રહ્યા છે, જે આયુર્વેદિક વાયગ્રાને ડેવલપ કરવામાં મદદરૂપ થઇ શકે તેમ છે. ચરોત્ત્।ર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની રમણભાઇ પટેલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિરજ વ્યાસે જણાવ્યું કે, મળેલા છોડવા પુરુષની પ્રજનનક્ષમતા સુધારવામાં મદદરૂપ થશે.

ગુજરાતમાં આવેલી ફાર્મા રિસર્ચર્સે વાયગ્રા બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય તેવું કેમિકલ શોધી કાઢ્યું છે. આ કેમિકલ વર્ધારો અને એખારો નામના બે છોડવામાંથી મળી આવ્યું છે. જે કામવાસમા વધારો, ઇરેકટાઇલ ડિફંકશન્સની સારવાર, સ્પર્મ કાઉન્ટ વધારવામાં અને ફર્ટિલિટી લેવલ સુધારવામાં મદદ કરશે. નદીના તટમાં ઉગતા આ છોડવાના પાંદડાં અને દાંડીનો આદિવાસીઓ વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છે.

ડોકટર વ્યાસે જણાવ્યા મુજબ વજિકરણ ચિકિત્સામાં એવા ૬૦ ઔષધિય પ્લાન્ટનો ઉલ્લેખ છે કે ખામીયુકત વીર્ય, સ્પર્મટજિનેસિસ અને જાતિય સશકિતકરણના કિસ્સામાં મદદરૂપ થઇ શકે છે. ડોકટર વ્યાસે એસોસિએટ પ્રોફેસર મનન રાવલના નેજા હેઠળ 'પુરૂષ વંધ્યત્વ પર આયુર્વેદિક ઔષધિય છોડની અસર' વિષય પર પીએચડી થયેલા છે.

'વર્ધારો' કે જેને સંસ્કૃતમાં 'સમુદ્ર શોખ'ના નામથી અને 'એખારો' કે જેને સંસ્કૃતમાં 'કોકીલક્ષ' તરીકે ઓળખવામાં આવે છે. આ બંને છોડ પુરુષના જાતિય વ્યંધત્વ પર સકારાત્મક અસર કરતા હોવાનું સાબિત થઇ ગયું છે, ડોકટર વ્યાસે ઉમેરતા કહ્યું કે તેમ છતાં લાભકારી અસરોના કોઇ વૈજ્ઞાનિક કારણો મળ્યાં નથી. કુદરતી રીતે મળેલું આ કેમિકલનો સમાવેશ આલ્કોઇડ કલાસમાં થાય છે.

ડોકટર વ્યાસે કહ્યું કે પ્રિ-કિલનિક ટ્રાયલ દરમિયાન ઉંદેડાના સ્પર્મ કાઉન્ટમાં વધારો થયો અને સેકસ્યુઅલ એકિટવિટીમાં પણ સુધારો જોવા મળ્યો. ઉંદર પર ટ્રાયલ સફળ થયા બાદ હવે માનવ પર પરિક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયન્સ એકેડમીએ ૨૦૧૭માં ડોકટર વ્યાસને ફાર્માકયુટિકલ સાયન્સ કેટેગરીમાં બેસ્ટ થિસિસનો અવોર્ડ આપ્યો.

ડોકટર મનન રાવલે કહ્યું કે છોડવામાંથી મેળવેલા આ તૃતિયાંશ નાઇટ્રોજન સંયોજન ધરાવે છે. ચોક્કસ સંયોજનનો આ પહેલો રિપોર્ટ છે જે પ્લાન્ટમાંથી મેળવેલા આ કેમિકલની અસરકારકતા સાબિત કરે છે. આ સંશોધન દ્વારા નવી દવા બનાવી શકાશે જે શારીરિક નબળાઇઓ ધરાવતા લોકોને મદદરૂપ સાબિત થશે.

ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયે ભાવનગરમાં યોજાયેલ ૩૨મી ગુજરાત સાયન્સ કોંગ્રેસમાં આ સંશોધનને સર્ટિફિકેટ અને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ધારો ઉંચાઇમાં વધતો છોડ છે જયારે એખારો સ્પિનસ પ્લાન્ટ છે. બંને નદીકાંઠેથી મળી આવ્યા છે. આદિવસીઓ પહેલેથી જ આ છોડવાનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.(૨૧.૧૦)

(11:34 am IST)
  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST

  • અમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ તેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST

  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST