Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ધાનેરા પાલિકાની ચૂંટણીના ઉમેદવારોએ દારૂ નહિ વેચવાનો સામુહિક સંકલ્પ કર્યો

દારૂબંધીના અમલ માટે સામુહિક સોગંધવિધિમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોડાયા

ધાનેરા પાલિકાની ચૂંટણીના ઉમેદવારોએ દારૂ નહિ વેચવાનો સામુહિક સંકલ્પ કર્યો

ધાનેરા ;રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહયો છે દરેક પાર્ટીના ઉમેદવારો મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે અવનવી રીતો અપનાવી રહ્યા છે ત્યારે ધાનેરા પાલિકાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ અનોખો સામૂહિક સંકલ્પ કર્યો છે ધાનેરા પાલિકા ચૂંટણીમાં દારૂ નહિ વહેચવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે

  પાલિકા ચૂંટણીમાં ઉમેદવારોએ સામૂહિક રીતે દારૂબંધીનાં કાયદાનો ન્યાયિક અમલ કરવાનો સંકલ્પ કર્યો છે. ઉમેદવારોએ ધાનેરા પાલિકાની ચૂંટણીમાં મતદારોને રિઝવવા દારૂ નહિ વહેંચવાનો સંકલ્પ કર્યો છે.આ સંકલ્પમાં દારૂબંધીનાં અમલ માટે સામૂહિક સોંગદવિંધિ પણ કરાઈ છે. આ સોગંધવિધિમાં કોંગ્રેસ અને ભાજપામનાં બંને પક્ષનાં ઉમેદવારોએ ઈશ્વરની સાક્ષીએ સોંગદવિધિ કરી છે.

(9:13 pm IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST