Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જુની નોટોના નિકાલ માટેના આઇડિયાની સ્પર્ધામાં જીલ શેઠ દ્વારા ઇંટનું નિર્માણ

સુરત : વિદ્યાર્થીઓ કઇને કોઇ નવું  કરવા માટે સતત તત્પર હોય છે અને તેમાં ઉચ્ચ સ્થાન પણ પ્રાપ્ત કરે છે ત્યારે સુરતની વિદ્યાર્થીની જીલ શેઠે રૂ. પ૦૦ અને રૂ. ૧૦૦૦ ની જુની નોટમાંથી ઇંટનું નિર્માણ કર્યુ છે.

CEPTના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી કોર્સમાં પાંચમા વર્ષમાં અભ્યાસ કરતી જીલ શેઠને નેશનલ લેવલની હરિફાઈમાં પ્રશસ્તિપત્ર(સર્ટિફિકેટ ઓફ કમેન્ડેશન) મળ્યું છે. નોટબંધીમાં બંધ થઈ ગયેલી જૂની નોટોની મદદથી ઈંટ ડિઝાઈન કરવા બદલ તેને આ સર્ટિફિકેટ મળ્યું છે. જયુરી દ્વારા તેની આ પ્રોડકટનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રુપિયાની નોટ રદ્દ કરીને નોટબંધીની જાહેરાત કરી ત્યારે દેશભરની બેન્કોમાં લોકોએ જૂની નોટો જમા કરાવી. આ નોટોનો નિકાલ કરવો સરકાર અને બેન્ક માટે એક પડકાર સમાન છે. માટે આ નોટોના નિકાલ માટે અસરકારક આઈડિયા મેળવવા માટે કોમ્પિટિશન રાખવામાં આવી હતી.

દેશભરની 49 ઈન્સ્ટિટ્યુટમાંથી 184 સ્ટુડન્ટ્સે વેલ્યુ ફોર મનીલૃ. આ સ્પર્ધા રોયલ ડચ કસ્ટર્સ એન્જિનિયરિંગ(RKDE) દ્વારા NID, અમદાવાદ સાથે મળીને આયોજિત કરવામાં આવી હતી.

સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ટુકડા કરેલી જૂની નોટો આપવામાં આવી હતી અને તેમાંથી કોઈ એક વસ્તુ બનાવાવનું કહેવામાં આવ્યુ હતું. આ સ્પર્ધા બે મહિના સુધી ચાલી હતી અને બે રાઉન્ડ થયા હતા. જીલ શેઠ જણાવે છે કે, મેં 60 ટકા નોટ્સ અને 27 ટકા અન્ય વેસ્ટનો ઉપયોગ કરીને ઈંટ તૈયાર કરી છે. આ રીતે જોવા જઈએ તો મારી ઈંટમાં 87 ટકા સોલિડ વેસ્ટનો ઉપયોગ થયો છે. 2 મહિનાના સમયગાળામાં મેં વેસ્ટમાંથી ઈંટ બનાવવાનો 45 વાર પ્રયત્ન કર્યો હતો.

જીલ પોતાની પ્રોડકટ વિષે જણાવે છે કે, આ ઈંટની ખાસ વાત એ છે કે તે રેગ્યુલર ઈંટ કરતા વજનમાં હલકી છે અને તેની કિંમત પણ ઓછી હશે. અને તેમાં એવા વેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે સામાન્યરીતે પર્યાવરણને નુકસાન કરતું હોય છે. જીલ હવે પોતાની પ્રોડકટના પ્રમોશન માટે IIT-રુરકી સાથે સંપર્ક કરશે.

(3:15 pm IST)