Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ભરૂચમાં કાર ચાલકે પાંચ વાહનોને ઉલાળ્યા :કાર પલ્ટી મારી ગઈ : ચાલક સહીત બે લોકોને ઈજા

કાર ચાલકે 1 રિક્ષા, 3 મોટરસાયકલ અને 1 કારને અડફેટમાં લીધા

ભરૂચમાં અકસ્માત સર્જાયો છે. જેમાં એક કાર ચાલકે 5 વાહનોને અડફેટે લીધા છે. આ અકસ્માત કસક વિસ્તારમાં થયો હતો. જેમાં કાર ચાલકે 1 રિક્ષા, 3 મોટરસાયકલ અને 1 કારને અડફેટમાં લીધી હતી. જો કે પૂરઝડપે ચાલતી કાર વાહનોને અડફેટે લીધા બાદ પલટી ગઇ હતી.

આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કોઇ ખુલાસો થયો નથી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનામાં કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસ કાર ચાલક કોણ છે તે અંગે તપાસ પણ કરી રહી છે.

(12:23 am IST)