Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

વડોદરાના ભાયલી ગામે આકાર રેસિડેન્સીમાં ભાડાના મકાનમાં દારૂનો વેપલો ચલાવનાર બુટલેગરને સ્ટેટ વિજિલિન્સની ટીમે ઝડપી પાડયા

વડોદરા: ભાયલી ગામે આકાર રેસિડેન્સીમાં ભાડાના મકાનમાં રહેતા બૂટલેગરને દારૃનો ધંધો કરતા સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે ભાયલીમાં આકાર રેસિડેન્સીમાં રહેતો જીવરાજ રાઘેશ્યામ રાજપુત દારૃનો ધંધો કરે છે તેવી બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સે તેના ઘેર રેડ કરી તપાસ હાથ ધરી હતી. તેના ઘરમાં પેટી પલંગમાં તપાસ કરતા છુપાવેલી દારૃની ૧૫ બોટલો અને બીયરના ૨૫ ટીન મળ્યા  હતાં. પોલીસે ઘરમાં હાજર જીવરાજની પૂછપરછ કરતા નવીધરતી ગોલવાડમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો પાસેથી દારૃનો જથ્થો લાવીને છૂટકમાં વેચાણ કરે છે તેમ જાણવા મળ્યું હતું.

દારૃના ધંધા માટે સોનું સંજય કાલગુડે (રહે.હૈદરભાઇની ચાલી,સયાજીગંજ)ને રાખ્યો હતો તે ઓર્ડર મુજબ ડિલિવરી આપવા માટે જતો હતો. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતીકે જીવરાજ છેલ્લા ૧૨વર્ષથી દારૃનો ધંધો કરે છે તેમજ સયાજીગંજ, ગોરવા, ક્રાઇમ બ્રાંચ અને બોડેલીમાં તેની વિરુધ્ધ ગુના નોધાયા છે. આ ઉપરાંત ત્રણ વખત પાસા પણ થઇ છે. પોલીસે ત્રણ મોબાઇલ, દારૃ-બીયરનો જથ્થો, રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:14 pm IST)