Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

મહેસાણા શહેરમાં મધ્ય રાત્રીએ પિઝાની ડિલિવરી કરવા આવેલ શખ્સને નગરપાલિકાના કોર્પોરેટરે માર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

મહેસાણા:શહેરમાં મોડી રાતે મોઢેરા રોડ ઉપર રહેતા નગર પાલિકાના એક કોર્પોરેટરે પીઝાની ડિલિવરી કરવા આવેલા બોયને અગમ્ય કારણોસર માર મારતાં હોબાળો થયો હતો.આ મામલો પોલીસ મથક સુધી પહોંચે તે પહેલા ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનોએ દરમિયાનગીરી કરતાં આખરે સમાધાન થયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

મહેસાણા શહેરમાં આવેલા મોઢેરા રોડ પર રહેતા નગરપાલિકાના  એક કોર્પોરેટરને રાત્રીના સુમારે પીઝાની ડિલિવરી આપવા ગયેલા ડિલિવરી બોયને કોઈક કારણોસર તકરાર થતાં મોર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.કથિત ઘટના બાદ ડિલિવરી બોયને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયારે મામલો વકરે નહીં તે માટે ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો સક્રિય બન્યા હતા અને પોલીસ સુધી ઘટના પહોંચે તે પહેલા ઘટના પર સમજાવટના અંતે સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.જો કે,આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડિલિવરી બોયનો વિડીયો સોશિયલ મિડીયામાં વાટરલ થતાં વિવાદીત ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી.

(6:05 pm IST)