Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સુરેન્‍દ્રનગરના થાનગઢમાં માનસિક દિવ્‍યાંગ બાળા સાથે દુષ્‍કર્મ આચરનાર પપ્‍પુ ઉર્ફે ભવાનને સુરેન્‍દ્રનગર કોર્ટ દ્વારા 10 વર્ષની સજા

સાંકેતિક ભાષામાં ઢીંગલી બતાવીને સ્‍પેશ્‍યલ વન રેબલ વિટનેસ રૂમમાં કેસ ચલાવાયો હતો

સુરેન્દ્રનગર: મંદ બુદ્ધિની બાળકી સાથે બળાત્કાર અને દુષ્કર્મ આચરનાર નરાધમને સુરેન્દ્રનગરની કોર્ટ દ્વારા એક લાખ રૂપિયા દંડ અને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા વારંવાર નાની બાળકીઓ સાથે દુર્વ્યવહાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થતું હોવાની રાવ ફરિયાદ સામે આવતી હોય છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 2017 ના વર્ષમાં થાનગઢ પંથકની મંદબુદ્ધિ બાળકી સાથે પપ્પુ ઉર્ફે ભવાન નામના શખ્સ દ્વારા ફોસલાવી અને લાલચ આપી તેની સાથએ દુષ્કર્મ કરવામાં આવ્યુ હતું. તેનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર શહેરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે ફરિયાદ દાખલ કરી અને સરકારી વકીલ દ્વારા આ કેસ લડવા આવ્યો હતો.

સતત પાંચ વર્ષ સુધી આ કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે બાળકી મંદ બુદ્ધિની હોય અને તેની સાથે આ આ પ્રકારનું કૃત્ય થયું હોવાના પગલે કોર્ટમાં જ સ્પેશિયલ વન રેબલ વિટનેસ રૂમ બનાવીને ખાસ કેસ ચલાવાયો હતો. જેમાં ઢીંગલી બતાવીને અને બાળકીની સાંકેતિક ભાષામાં જુબાની લેવામાં આવી હતી. ત્યારે આ મામલે ડિસ્ટ્રીક્ટ કોર્ટના મુખ્ય જજ દ્વારા બાળકી સાથે અપહરણ સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં 10 વર્ષની અપહરણની કેદ સંભળાવવામાં આવી હતી. સાથે જ એક લાખ રૂપિયા દંડ આરોપીને ફટકારવામાં આવ્યો છે અને મંદબુદ્ધિ બાળકી સાથે થયેલા આ બનાવના મામલે નરાધમને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

(5:19 pm IST)