Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

મંત્રી બ્રિજેશ મેરજાને કોરોનાઃ ગાંધીનગરમાં હોમ આઇસોલેટ

રાજકોટ, તા., ૧૫: મોરબીના ધારાસભ્‍ય અને રાજયના પંચાયત તથા શ્રમ રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજાને તાવ અને શરીરમાં કળતર જણાતા રીપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝીટીવ માલુમ પડેલ છે. તેમને સામાન્‍ય લક્ષણો છે. તબિયત સારી છે. ગાંધીનગર પોતાના બંગલે હોમ આઇસોલેટ થયા છે.
શ્રી બ્રિજેશ મેરજાએ છેલ્લા થોડા દિવસોમાં પોતાના સંપર્કમાં આવેલા સૌને પુર્વ સાવચેતી માટે ટેસ્‍ટ કરાવવા અપીલ કરી છે. તેમનો મોબાઇલ બંધ રહેશે. કામકાજ માટે તેમની  ઓફીસમાં ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૯૪૬ ઉપર સ્‍ટાફનો સંપર્ક થઇ શકશે.

 

(3:54 pm IST)