Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ચાલુ માસના અંત સુધી કોરોના વધુ ઉછળશે : ફેબ્રુઆરી પ્રારંભથી હળવો પડશે

ડોકટરો, વૈજ્ઞાનિકો અને અભ્‍યાસુઓના અભ્‍યાસના આધારે રાજય સરકારનું તારણ : રાજયમાં પરમ દિવસ કરતા ગઇકાલે ૧૧પ૭ કેસ ઓછા : હાલ એકટીવ કેસ પપ૭૯૮ : વેન્‍ટીલેટર ઉપર પ૪ : રસીના કુલ ડોઝ ૯,૪૪,૮૩,૩૬૪

રાજકોટ તા. ૧પ : રાજયમાં મહામારી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તબીબો, વિજ્ઞાન ક્ષેત્રના નિષ્‍ણાંતો, મહામારીના અભ્‍યાસુઓ વગેરેના અભિપ્રાયના આધારે સરકારી સૂત્રો એવુ તારણ કાઢી રહ્યા છે કે જાન્‍યુઆરી અંત સુધી કેસમાં હજુ મોટો ઉછાળો આવી શકે છે. ફેબ્રુઆરીના પ્રારંભથી કેસ ઘટવા લાગશે. કોરોનાનો સંભવિત પીક અને ડાઉન સમય અંદાજીત છે. કોઇ છાતી ઠોકીને કંઇ કહી શકે તેમ નથી. જિલ્લા તંત્રો સાથેની બેઠકમાં આ સમયગાળાનો નિર્દેષ કરાયો હતો.
તા. ૧૩ ના રોજ રાજયમાં નવા ૧૧૧૭૬ કેસ નોંધાયેલ ગઇકાલે નવા ૧૦૦૧૯ કેસ નોંધાયા છે. બન્ને દિવસનો તફાવત ૧૧પ૭ છે. હજુ થોડા દિવસ કેસ વધવાની સંભાવના છે. ટેસ્‍ટીંગ વધારવાની સાથે કેસ પણ વધતા રહ્યા છે. અગાઉની બે લહેરમાં ખૂબ ઉછાળો આવ્‍યાના એકાદ મહિના પછી ડાઉન થવા લાગેલ. આ વખતે ફેબ્રુઆરીના પહેલા - બીજા અઠવાડીયાથી કેસ ઘટવા લાગે તેવી આશા છે.
ગઇકાલ સાંજની સ્‍થિતિએ રાજયમાં પપ૭૯૮ એકટીવ કેસ છે. જેમાંથી પ૪ વેન્‍ટીલેટર પર છે. પપ૭૪૪ ની તબીયત સ્‍થિર છે, બોટાદ સિવાઇના બધા જિલ્લાઓમાં ગઇકાલે નવા કેસ સામે આવ્‍યા હતાં. ગઇકાલે ૪૮૩૧ દર્દીઓ સાજા થયા હતાં. સાજા થવાનો દર ૯ર.૭૩ ટકા છે.


 

(3:46 pm IST)