Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સુરતના માંડવીના દેવગીરીમાં આમલી ડેમમાં બોટ પલટી જતા 10 લોકો ડૂબ્યાં સવારે વધુ ત્રણ મૃતદેહો મળ્યા : મૃત્યુઆંક 6 થયો

 

સુરતમાં ડેમમાં ડૂબવાના કેસમાં વધુ 3 મૃતદેહ મળ્યાં છે, માંડવીના દેવગીરીમાં આમલી ડેમમાં બોટ પલટી જતા 10 વ્યકિતઓ ડૂબ્યાં હતા. આજે સવારે વધુ ત્રણ મૃતદેહો મળ્યા હતા .અત્યાર સુધીમાં કુલ 6 મૃતદેહો મળી આવ્યા છે

 આ  મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના આમલી ડેમ ખાતે ડેમમાં નાવડી ડૂબી જવાની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા લોકોની શોધખોળ હાથ ધરાઈ હતી

 . માંડવીના દેવગીરી ગામના લોકો નાવડીમાં બેસી 10 જેટલા લોકો ઘાસચારો કાપવા જઇ રહ્યાં હતાં. તે દરમિયાન ભારે પવનના લીધે ડેમની વચ્ચે પહોંચતા નાવડી પલટી  મારી જતા નાવડીમાં સવારમાં 10 જેટલા લોકો પાણીમાં ગરકાવ થયાં હતાં.

(12:29 pm IST)