Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજપીપળાના નાગરીકે નગરપાલિકા પાસે માંગેલી માહિતી સમયસર ન અપાતા CO ને પ્રાદેશિક કમિશ્નરમાંથી હુકમ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા પર કેટલાક મુદ્દાને ધ્યાનમાં લઈ જાગૃત નાગરીકે માહિતી માંગી હતી પરંતુ આ માહીતી સમય મર્યાદામાં ન આપતા અજદાર અપીલ માં ગયા હતા જ્યાંથી મુખ્ય અધિકારીને માહિતી આપવા ઉપરી કક્ષા થી સૂચના અપાઈ છે

રાજપીપળાના જાગૃત નાગરિક અને એક્ટિવિસ્ટ અર્જુનભાઇ વસાવાએ રાજપીપળા નગરપાલિકા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના,રોડના કામ અને અન્ય બાબતની માહિતી આરટીઆઇ દ્વારા માંગી હતી પરંતુ મુખ્ય અધિકારી તરફથી જવાબ ન મળતા અર્જુન વસાવા એ સુરત પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં અપીલ કરતા ત્યાંથી મુખ્ય અધિકારી પર હુકમ કરાયો છે જેમાં જણાવ્યા મુજબ તારીખ 25.10.21 ની અરજીની કોઈપણ માહિતી માહિતી અધિકારી અને ચીફ ઓફિસર, રાજપીપળા નગરપાલિકા દ્વારા આપવામાં આવી નથી જે ગંભીર બાબત છે, માટે આ હુકમ મળે 15 દિવસમાં અરજદારને માહિતી પૂરી પાડવી.

 આ મુદ્દે અરજદાર અર્જુનભાઇ વસાવા એ જણાવ્યું કે મને ઉપરના હુકમ બાદ પણ જો યોગ્ય જવાબ નહિ મળે તો હું ચીફ ઓફિસર સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી કાયદેસર કાર્યવાહી કરીશ.

(11:13 am IST)