Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

તિલકવાડા વિસ્તારના મુકેશ તડવીને ગુનાઓની ગંભીરતા

જોઇ 6 મહિના માટે નર્મદા જિલ્લા માંથી તડીપાર કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિંમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જિલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા સારુ સખત અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગ દર્શન અનુસંધાને વાણી દૂધાત નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા ડિવિઝનના માર્ગદર્શન મુજબ તિલકવાડા પો.સ્ટે.વિસ્તારમાં સાવલી ગામે રહેતા મુકેશભાઇ શનાભાઇ તડવી (રહે - સાવલી તા - તિલકવાડા જી - નર્મદા) નાઓ પોતાની ધાક જમાવવા જિલ્લામાં યેનકેન પ્રકારે ગુનાઓ આચરતો તેમજ અસામાજીક પ્રવૃતિઓ કરતો હોઇ તેની સામે દાખલ થયેલ ગુનાઓના સાક્ષીઓ તથા પંચોને સાહેદી આપતા અટકાવવા માટે પોતે તેમજ તેના સાગરીતો મારફતે ડરાવી ધમકાવતા હોઇ જે જોતા મુકેશભાઇ તડવી નાઓ ઘણો માથાભારે હોઈ જેથી હદપાર દરખાસ્ત તિલકવાડા પો.સ્ટે.ના પો.સ.ઇ.એમ.બી.વસાવાએ કરી પોલીસ અધિક્ષક નર્મદા મારફતે મોકલતા એસ.ડી.એમ.નર્મદા એ મુકેશભાઇ શનાભાઇ તડવીની ગુનાઓની ગંભીરતા જોઇ છ માસ માટે નર્મદા જિલ્લા માંથી હદપારનો હુકમ કરતા નર્મદા પોલીસ દ્વારા તેને નર્મદા જિલ્લા માંથી હદ પારની કાર્યવાહી કરવામાં આવી છે

(11:09 am IST)