Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજપીપળામાં પતંગના દોરા થી ઘાયલ 07 પક્ષીઓને પશુ દવાખાના સહિતની ટીમના ડોકટરે સારવાર આપી જીવતદાન આપ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં પતંગ રસિયાઓ ઉત્તરાયણ નો પર્વ એક મહિના પહેલા થી શરૂ કરી દેતા હોય છે ત્યારે આ ઉત્તરાયણ માં રાજપીપળા શહેરમાં  આજે આકાશ માં ઉડતા પક્ષીઓમાં કબૂતર,કોયલ,બગલા પતંગના દોરા માં ભેરવાતા પાંખો માં ઇજા થતાં રાજપીપળા પશુ દવાખાને,કરુણા અભિયાન તથા 1962 એમ્બ્યુલન્સ ની ટિમો દ્વારા જરૂરી સારવાર આપી ઇજાગ્રસ્ત પક્ષીઓને આકાશમાં ઉડતા કર્યા હતા
રાજપીપળા પશુ દવાખાના ના ડોકટર દ્વારા મળતી માહિતી મુજબ આજે ઉત્તરાયણ પર્વમાં ટોટલ 07 ઇજાગ્રસ્ત પક્ષીઓ સારવાર માટે આવ્યા જેમાં કબૂતર- 05,કોયલ-01 અને બગલો-01 મળી કુલ સાત પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં હતા જેને રાજપીપળા કાળા ઘોડા પાસેના પશુ દવાખાના,1962 એમ્બ્યુલન્સ અને કરુણા અભિયાન ના ડોકારો દ્વારા યોગ્ય સારવાર આપી જીવ બચાવાયા હતા.

(11:07 am IST)