Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

દારૂ ઘૂસાડવા બુટલેગરના નવો કીમિયો નિષ્ફળ :ટ્રેક્ટરના થ્રેસરમાં ચોર ખાના છુપાવેલો 2320 બોટલ દારૂ ઝડપાયો

છોટાઉદેપુર પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરનાર હરિયાણાના બે શખ્સોને પકડી પાડ્યા

છોટાઉદેપુરઃ ગુજરાતમાં દારુ બંધી  હોવા છતાં પણ બૂટલેગરો સક્રિય છે અને દારૂ ઘૂસાડવાના અનેક કીમિયાઓ  અજમાવતા હોય છે.જોકે, સતર્ક પોલીસ પણ આવા બૂટલેગરોના કીમિયાઓ ઉપર પાણી ફેરવી દેતી હોય છે. ત્યારે છોટાઉદેપુરમાં પોલીસે એકદમ નવા જ કીમિયા થતી દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે થ્રેસરમાંથી દારૂ પકડી પાડ્યો હતો. આ દારૂ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં લવાયો હતો. બૂટલેગરોના નવા કીમિયા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરના કલારાણી પાસેથી પોલીસે દારૂની મોટી ખેપ પકડી હતી. બાતમીના આધારે પોલીસે ટ્રેક્ટરના થ્રેસરમાં ચોર ખાની બનાવીને લઈ જતો 2320 બોટલ દારૂ પકડ્યો હતો. પોલીસે કુલ 13.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે આ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરનાર હરિયાણાના બે શખ્સોને પકડી પાડ્યા હતા. આ દારૂ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્લાન હતો જોકે, છોટાઉદેપુર પોલીસે બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા દાહોદમાંથી પણ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો અનેકવાર ઝડપાય છે. તો સાથે જ નશાના કારોબારમાં સંકળાયેલા બૂટલેગરો તગડી કમાણી કરવા માટે નકલી દારૂ બનાવતા પણ જોવા મળે છે.

(12:44 am IST)