Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

મકરસંક્રાંતિના પૂનિત પર્વે દ્રોણેશ્વર ગુરુકુલના પરિસરમાં વિરાજીત : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ૪૦૦ પરિવાર દ્વારા ચિક્કીની વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો

ઉના તા.૧૫ ઉના પાસે, મચ્છુન્દ્રી નદીના કિનારે, દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં અને ગુરુકુલ પરિસરમાં બિરાજીત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને SGVP ગુરુકુલના અધ્યક્ષ શ્રી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી અને કોઠારી નરનારાયણદાસજી સ્વામીની આગેવાની નીચે, ઉના તેમજ અાજુબાજુના ગામો ફાટસર, ઇંટવાયા, જુડવડલી, દ્રોણ, ખીલાવડ, નવા જુના ઉગલા, ગીર ગઢડા, જરગલી, વડવિયાળા વગેરે વીસેક ગામોના ૪૦૦ પરિવાર દ્વારા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ચિક્કીનો અન્નકુટ ધરાવાયો હતો.

ચિક્કીની વ્યવસ્થા પુજારી શ્રી હરિદર્શનદાસજી સ્વામી, શ્રી હરિપ્રિયદાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રસાદસ્વામી, મહેશ હપાણી, ધાર્મિક હપાણી તથા સુજને સંભાળી હતી.

ચિક્કીનો પ્રસાદ ગરીબ વિકલાંગ બાળકો અને દરિદ્રનારાયણને વહેંચવામાં આવ્યો હતો.

(2:09 pm IST)