Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજપીપળાના વડિયા નજીક પતંગના દોરાથી એક આધેડનું ગળું કપાયું જ્યારે એક બાળક ધાભા પરથી નીચે પટકાતા ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના વડિયા પાસે ઉત્તરાયણમાં પતંગના દોરાથી બાઈક સવારનું ગળું કપાતા રાજપીપળા 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના કરાઠા ગામના નટુભાઈ રમણભાઈ વસાવા (ઉં.-52) તેમના પત્ની સાથે કરાઠાથી બાઈક લઈ રાજપીપળા આવતા હતા તે દરમિયાન વડિયા પાસે પોંહચતા ચાલુ બાઇકે તેમના ગાળામાં પતંગની દોરી વીટળાઈ જતા ગાળાના ભાગમાં ઇજાઓ થઇ હતી, ત્યાં ઉભેલા એક જાગૃત નાગરિક અમિતભાઈએ 108 પર કોલ કરી જાણ કરતા 108 ઈ એમ ટી રિંકલબેન તડવી અને પાયલોટ દિલીપભાઈ તડવી ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પોહચી ગયા હતા. 108 ના ઈ એમ ટી રિંકલબેને ઘટના સ્થળ પર પોહચી પ્રાથમિક સારવાર કરી દર્દીને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા    
   જ્યારે બીજી ઘટનામાં વડિયા જકાતનાકા પાસે આવેલી તુલસીધામ સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ દસરથભાઈ વસાવા (ઉં -14)પતંગ ચાગાવતા ટેરેસ પરથી નીચે પડતા મૂઢ માર વાગ્યો હતો તેમજ માથાના ભાગે  ઈજાઓ થય હતી આ બાબતની જાણ 108 ને થતા ગણતરીની મિનિટોમાં ઈ એમ ટી રિંકલબેન તડવી અને પાયલોટ દિલીપભાઈ તડવી ત્યાં પોહચી પ્રાથમિક સારવાર આપી હાર્દિકને સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો હતો.આમ રાજપીપળા શહેરમાં ઉત્તરાયણ પર્વમાં બેને ઇજાઓ થવા પામી છે.આમ દરેક તહેવારો કે ઇમરજન્સીમાં નર્મદા 108ની તત્કાલ સેવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

(11:02 pm IST)