Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજપીપળા મિતગ્રૂપના અંશ અને મિતના જન્મ દિવસની ઉજવણી ભદામ ગામના બાળકોને પતંગ,દોરા આપી કરાઈ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આજે ઉત્તરાયણ નો પર્વ અને રાજપીપળા મિતગ્રુપના અંશ તેમજ મિતનો જન્મદિવસ  હોવાથી ફાલતુ ખર્ચ ન કરી  રાજપીપળા નર અડીને આવેલા નાંદોદ તાલુકાના ભદામ ગામના નાના બાળકો ને બિસ્કિટ તથા પતંગ અને ફિરકી દોરાનું  વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.મિતગ્રુપ ના તમામ સદસ્યોએ અંશ અને મિતને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ આપી ભવિષ્યમાં પણ આવા સેવાના કાર્યો માટે તત્પર રહે તેવી આશા વ્યક્ત કરી હતી

 

(10:34 pm IST)