Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

મકરસંક્રાંતિ પર્વે SGVP ગુરુકુલમાં ત્રિવેણી કાર્યક્રમ ધનુર્માસની પુર્ણાહૂતિ, ગૌપૂજન અને મેમનગર ગુરુકુલમાં નુતન સંત ભોજનાલયનું ખાત મૂહુર્ત

અમદાવાદ તા. ૧૪ મકરસંક્રાંતિ પર્વ એ ભારતનું પનોતુ પર્વ છે. સારાયે ભારતમાં આ ઉત્સવ ઉજવાય છે. લોકો દાનપૂણ્ય કરીને સેવા અને કૃતાર્થતાની ભાવના વ્યકત કરે છે.

આજ ઉતરાયણ દિને ભારત વર્ષના મહાપુરુષ ભીષ્મદાદાએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો.

પવિત્ર મકરસંક્રાંતિ દિને, ધનુર્માસ નિમિત્તે, sGVP ગુરુુકુલમાં છેલ્લા એક માસ થયા ઓન લાઇન શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વકતા પદે શ્રીમદ્ ભાગવત કથામૃત ચાલી રહેલ તેનો લાભ  વિદેશના લોકો લઇ રહ્યા હતા.

તે ધનુર્માસની પૂર્ણાહૂતિ જનમંગલસ્તોત્રની ૧૦૮ નામાવલિ સાથે તુલસીદળથી પૂજન કરવામાં આવેલ.

આ જ મકરસંક્રાન્તિ પર્વે મેમનગર ગુરુકુલ ખાતે નૂતન  આકાર લઇ રહેલ સંત ભોજનલયનું ખાત મૂહુર્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી શા..માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.

આજ દિવસે મેમનગર ગુરુકુલ અને એસજીવીપી ગુરુકુલમાં માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીઅે ગાયોને લાડુ, ગોળ વગેરે ખવરાવી, મસ્તકે ચાંદલો કરી ગૌપૂજન કરેલ.

ગૌપૂજનનો મહિમા સમજાવતા સ્વામીજીએ કહેલ કે,ખરેખર ગાય માત્ર આસ્થાનો જ વિષય નથી. પણ ભારતીય અર્થ વ્યવસ્થાનો મોટો આધાર ગૌવંશ છે. ઓર્ગેનિક ખેતી માટે ગૌવંશ અત્યંત ઉપયોગી છે.

   દેશી ગાયોનું દૂધ, દહીં, ઘી વગેરે પંચગવ્ય માનવ માટે આરોગ્યપ્રદ છે. ગાયના દૂધ, માખણ, ઘી, ગૌમુત્ર વગેરેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે.

(10:32 pm IST)
  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST